<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

શિક્ષણ સમિતિના મહિલા સભ્‍યની શૈક્ષણિક લાયકાત મામલો : પ્રદેશમાં દડો

બાયોડેટા સાથે શૈક્ષણીક પ્રમાણપત્રો યોગ્‍ય રીતે ચકાસાયા ન હોવાની ચર્ચા : સ્‍નાતક કાર્યકરને જ સભ્‍ય બનાવવાની પક્ષની ગાઇડલાઇન છતાં એસ.વાય. બી.કોમ. સુધી ભણેલાં મહિલાને સ્‍થાન અપાયાની ચર્ચા : શહેર ભાજપે પ્રદેશ મોવડીમંડળને રિપોર્ટ મોકલ્‍યો, હવે સભ્‍યપદ રહેશે કે ફેરબદલ થશે તેના પર સૌની નજર

રાજકોટ, તા.,૩ : મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપના ૧૧ સભ્‍યો બિનહરીફ ચૂંટાયા બાદ હવે એક મહિલા સભ્‍યની શૈક્ષણિક લાયકાતને લઈને પક્ષની આંતરિક ગાઇડલાઇન સામે જ સવાલો ઊભા થયા છે. શિક્ષણ સમિતિના સભ્‍યપદ માટે તાાતક સુધીનો અભ્‍યાસ જરૂરી હોવાની ભાજપની સૂચનાનો સ્‍થાનિક કક્ષાએ ઉલાળિયો થયાની ચર્ચાએ રાજકીય ગરમાવો સર્જ્‍યો છે.

ચર્ચાતી વિગતો અનુસાર, ભાજપ દ્વારા પસંદ કરાયેલાં એક મહિલા સભ્‍યએ પોતાના બાયોડેટામાં બી.કોમ.નો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેઓ ટી.વાય. બી.કોમ.માં પાસ થયાં ન હોવાનું અને તેમનો અભ્‍યાસ એસ.વાય. બી.કોમ. સુધીનો હોવાનું સામે આવ્‍યું છે. આ મામલે શહેર ભાજપે  પ્રદેશ મોવડીમંડળને રિપોર્ટ મોકલી સમગ્ર સ્‍થિતિથી વાકેફ કર્યાનું જાણવા મળે છે.

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આઠ બેઠકો માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૮ પાસ અને ત્રણ બેઠકો માટે ધોરણ ૧૦ પાસ નક્કી કરવામાં આવી છે. તેથી સંબંધિત મહિલા સભ્‍યની પસંદગીમાં સરકારના કાયદા કે સત્તાવાર નિયમનો ભંગ થતો નથી. પરંતુ શિક્ષણ ક્ષેત્ર સાથે સીધી રીતે જોડાયેલી સમિતિમાં તાાતક કાર્યકરોને જ સ્‍થાન આપવાની ભાજપે જાહેર કરેલી પોતાની ગાઇડલાઇનનું પાલન કેમ ન થયું તેવો સવાલ પક્ષના વર્તુળોમાં ઊઠ્‍યો છે.

ભાજપે પસંદગી પહેલાં ઉમેદવારોના બાયોડેટા અને શૈક્ષણિક પ્રમાણપત્રોની પૂરતી ચકાસણી કરી હતી કે કેમ તે મુદ્દો પણ ચર્ચાના કેન્‍દ્રમાં આવ્‍યો છે. માત્ર બાયોડેટામાં બી.કોમ. લખેલું હોવાના આધારે પસંદગી કરવામાં આવી હોય તો પક્ષની ચકાસણી પ્રક્રિયા સામે પણ ગંભીર પ્રશ્રાર્થ સર્જાય છે.

બીજી તરફ સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિઓમાં પણ ધોરણ ૧૨ સુધી ભણેલા કેટલાક કાર્યકરોને સભ્‍ય બનાવવામાં આવ્‍યા હોવાની વિગતો સામે આવી રહી છે. આમ, તાાતકની ગાઇડલાઇન માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે કે સ્‍થાનિક રાજકીય સમીકરણોને ધ્‍યાનમાં રાખીને તેમાં છૂટછાટ આપવામાં આવી છે તે અંગે પક્ષે સ્‍પષ્ટતા કરવી જરૂરી બની છે.

હવે પ્રદેશ ભાજપ સંબંધિત મહિલા સભ્‍યને યથાવત્‌ રાખે છે કે તેમના સ્‍થાને તાાતક કાર્યકરને તક આપીને ફરી ચૂંટણીની સૂચના આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. પ્રદેશ કક્ષાનો નિર્ણય માત્ર એક સભ્‍યના ભાવિ પૂરતો નહીં, પરંતુ ભાજપની ગાઇડલાઇન કેટલી બંધનકર્તા છે તે પણ સ્‍પષ્ટ કરશે.

(3:29 PM IST)