તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Tuesday, 22nd September 2026
ફ્રેન્ડસ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે કરાઓકે આધારીત નવા જુના ગીતોનો કાર્યક્રમ

રાજકોટ તા. ૨૨ : ફ્રેન્ડસ મ્યુઝીકલ ગ્રુપ દ્વારા સીનીયર સીટીઝનો માટે કરાઓકે આધારીત નવા જુના કર્ણપ્રિય ગીતોનો એક કાર્યક્રમ કાલે તા. ૨૩ ના બુધવારે સાંજે પ થી ૯ ઇવનીંગ પોસ્ટ, સીનીયર સીટીઝન પાર્ક, ચૌધરી હાઇસ્કુલ પાસે યોજવામાં આવેલ છે.
આ સેન્ચ્યુરી પ્રોગ્રામ છે. નીલાબેન હિંડોચાના આયોજન હેઠળ રજુ થનાર આ કાર્યક્રમમાં ૩૦ થી વધુ ગીતોની રજુઆત થશે. નામી અનામી કલાકારો પોતાના સ્વરનો જાદુ પાથરશે. સંગીતપ્રેમીઓને વિનામુલ્યે પ્રવેશ મળશે. વધુને વધુ લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા દિનેશ સાતા, વિનોદ મકવાણા, પ્રીતિબેન ટોળીયા, નિતાબેન ઉપાધ્યાય, ઉમેશભાઇ સોની, ઓર્ગેનાઇઝર નિલાબેન હિંડોચા, વિનોદ ભટ્ટ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:38 PM IST)










