તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 25th May 2026
દસ દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખતના વધારાથી આમ આદમીનું બજેટ ખોરવાયું : લોક સંસદ વિચાર મંચ
સરકારના દેખાડવાના અને ચાવવાના જુદા : ખેડૂતો માટે બળદગાડા યુગનો પુનઃ પ્રારંભ થાય તેવા સંકેતો : જો ઇંધણ ને જીએસટી દાયરામાં લેવામાં આવે તો લોકોને પેટ્રોલ અને ડીઝલમાં રૂ.૧૫ રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે

રાજકોટ તા. ૨૫ : લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ વાગડિયા, જેન્તીભાઈ હિરપરાની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે કે પヘમિ દેશોમાં યુદ્ધના બહાના તળે સરકારે ઇંધણના ભાવમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જે પગલે આમ આદમીને પોતાના ઘરનું બજેટ ખોરવાયું છે.
આજે પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ.૨.૬૧ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૨.૭૧નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. દસ દિવસમાં ચાર ચાર વખત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરી સરકારે પોતાની અણ આવડત છતી કરી છે.
પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા રહેલા ભાવ વધારાના પગલે મોંઘવારીનો ગ્રાફ ઊંચો આવ્યો છે અને કાળઝાળ મોંઘવારીના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું છે.
સરકારના દેખાડવાના અને ચાવવાના જુદા છે કારણ કે વિશ્વના ઓસ્ટ્રેલિયા, ઇટાલી, જર્મની, બ્રિટન આયર્લેન્ડ અનેક દેશોએ પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે અને જે પગલે લોકોને પેટ્રોલ ડીઝલ પર ૧૫ થી ૧૭ રૂપિયાનો ઘટાડો કર્યો હોવાનું જાણમાં છે. જ્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારને પોતાના વેરા ઘટાડવા નથી. લોકોની માંગ એ પણ છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતના જે ઇંધણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર આકરા અને કમ્મરતોડ કર વસૂલવામાં આવે છે તે નાબૂદ કરી પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારાને કાબુમાં રાખવો હોય તો જીએસટી દાયરામાં લાવવામાં આવે.
કારણકે જીએસટી ૨૮%થી વધુ વસૂલી ન શકાય ત્યારે હાલ પેટ્રોલ ડીઝલ પર આંકરા વેરા વસૂલવામાં આવે છે. જો ઇંધણ ને જીએસટી દાયરામાં લેવામાં આવે તો તો લોકોને પેટ્રોલ અને ડીઝલમાં ૧૫ રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે. પરંતુ સરકારની નીતિ લોકો પર આર્થિક લૂંટ ચલાવી દમન કરવાની હોય તેવું જણાઈ રહ્યું છે.
પેટ્રોલિયમ કંપનીઓ પોતાની તમામ ઓફિસોમાં રિફાઇનરી ખાતે તમામ પેટ્રોલ પંપ અને જ્યાં જ્યાં ફીટ કરી શકાય ત્યાં સોલાર ફીટ કરાવી વીજળી ખર્ચ બચાવે તેનો લાભ ગ્રાહકોને આપી શકાય ઓછા નફે બહોળો વેપાર કરે માનવતાને સારા સંસ્કાર અને નિશ્વાસ સેવાને સોલાર સિસ્ટમને વધુને વધુ મહત્વ આપે. હાલ તો જે રીતે ભાવ વધારો અમલીકરણ થઈ રહ્યો છે તેમા હવે લાગી રહ્યું છે કે ડીઝલની તંગી અને ભાવ વધારો જોતા ખેડૂતોને પણ બળદગાડા યુગમાં ફરી ધકેલવાની સરકારની રણનીતિ હોય એવો આભાસ થઈ રહ્યો હોવાનું લોક સંસદ વિચાર મંચ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)ના આગેવાનોએ યાદીના અંતમાં જણાવ્યુ છે. (
(2:15 PM IST)










