તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Saturday, 7th November 2026
શ્યામલ ઉપવનમાં ઇલેકટ્રીક ડકમાં આગઃ છ માળ સુધી જવાળાઓ પ્રસરી, ૧૧૦ લોકોનું રેસ્કયુ કરાયુ
મવડી-કણકોટ રોડ પરની ઘટનાઃ આજે ૭ થી ૧ર માળ ઝપેટમાં લીધા અગ્નીશમનના સાધનો અને પાણીનો મારો ચલાવી કાલાવડ રોડ, મવડી અને સ્પીડવેલ ચોકના હંગામી ફાયર સ્ટેશનના સ્ટાફે મહામહેનતે આગપર કાબુ મેળવ્યો

રાજકોટ, તા. ૭: મવડી-કણકોટ રોડ પર આવેલા શ્યામલ ઉપવન બિલ્ડીંગમાં ગઇકાલે ઇલકેટ્રીક ડકમાં આગ ભભુકી ઉઠી હતી. જે ૭ થી ૧ર માળ સુધી પ્રસરી જતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં ૧૧૦ લોકો ફસાયા હોવાથી ફાયરબ્રીગેડના સ્ટાફે તેનુ રેસ્કયુ કરી આગને પાણીનો મારો ચલાવી બુજાવી નાખી હતી. સદનશીબે આ ઘટનામાં ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.
જાણવા મળ્યા મુજબ મવડી-કણકોટ રોડ પાસે આવેલા શ્યામલ ઉપવન બિલ્ડીંગમાં એ-ર વિંગમાં ઇલેકટ્રીક ડકમાં ગમે તે કારણે આગ ભભુકી ઉઠી હતી. જે જોત જોતામાં ૭ થી ૧ર માળ સુધી પહોંચી જતા નાસભાગ મચી ગઇ હતી. જયારે ઘટનાને પગલે બિલ્ડીંગના રહેવાસીઓના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. જાણ થતા સ્પીડવેલ ચોક હંગામીફાયર સ્ટેશનથી ઉપરાંત મવડી અને કાલાવડ રોડ સ્ટેશનથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ૪ જેટલા ફાયર ફાઇટરો અને બે એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જયાં આગ ૭ માં માળથી ઇલેકટ્રીક ડકમાં લાગેલી જોવામાં આવતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તત્કાલ એ.બી.સી. અને સીઓયુ એકિસ્ટંગ્વિસર વડે અને બિલ્ડીંગની હોજરીલનો ઉપયોગ કરી આગને બુજાવી નાખી હતી. આ ઘટનામાં અમુક ફલેટના દરવાજાને નુકશાન પહોંચ્યુ હતું.
બીજી તરફ બિલ્ડીંગમાં ૧૧૦ લોકો ફસાયા હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ગ્રાઉન્ડ ફલોર પર તેમના રેસ્કયુ કરાયું હતું. જો કે સદ્્નસીબે ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આગ કયાં કારણથી લાગી તે જાણવા મળ્યુ નથી. આગ બુજાવવાની કામગીરી કાલાવડ રોડ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફીસર તેજશભાઇ વિઠ્ઠુ અને ટીમના ગોપાલસિંહ, અરબાઝખાન, કિરણભાઇ, પ્રદ્યુમનસિંહ, રાજેશભાઇ, રાહુલભાઇ, ધર્મપાલભાઇ, બાબુભાઇ, નવઘણભાઇ, દિવ્યરાજસિંહ, નિલેશભાઇ અને જળુભાઇ સહિતે કરી હતી
(3:17 PM IST)










