News of Thursday, 29th October 2026
માધાપર પાસે ડેકોરેશનના માલ સામાનમાં આગ ભભુકી

રાજકોટઃ જામનગર રોડ પર માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા ઝેડ ઇવેન્ટસ નામનાં ડેકોરેશનના સ્થળે આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતા રામાપીર ફાયર સ્ટેશનથી સ્ટાફે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુજાવી નાખી હતી. આગમાં સદનશીબે કોઇ જાનહાની થઇ ન હતી. જોકે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી. આગમાં ડેકોરેશનનો સામાન કે જેમાં ફાઇબર મંદિર, ગેઇટ એન્ટ્રી, પેસેજ લોજ, મેઇન સ્ટેજ અને ગમલા જેવી થીમના સામાન બળીને ખાક થઇ ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.(
(3:06 PM IST)










