<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

સમસ્‍ત મોઢ વણિક પટેલ પરિવાર દ્વારા શ્રી કમલા માતાજી અને સુરાપુરાદાદાના નુતન મંદિેરે પુનઃપ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

વડીલ વંદના કરાઇ : ચંદુભાઈ કે.પટેલ અને ચીમનભાઈ એમ. પટેલને મરણોતર એવોર્ડ : હર્ષિદાબેન આર.પટેલને નારી રત્‍ન એવોર્ડ એનાયત

રાજકોટ : વિશ્વમાં રહેતા તમામ મોઢ વણિક પટેલ પરિવારના અખંડ આસ્‍થાના પ્રતિક સમાન શ્રી કમલાદેવી માતાજી, શ્રી સોમાદાદા, શ્રી વિઠ્ઠલદાદા, શ્રી કમલા માતાજી મૂર્તિ સ્‍વરૂપે તથા ભાગ્‍યલક્ષ્મી માતાજીની અસીમ કળપાથી નૂતન નિર્મિત ભવ્‍ય મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ તાજેતરમાં કાલાવડ રોડ, બાલાજી વેફરની ફેક્‍ટરીના સામેના ભાગે ભવ્‍યતા અને દિવ્‍યતા સાથે કાર્યક્રમ સંપન્ન થયો. મોઢ વણિક પટેલ પરિવારના તમામ ફેમીલી મેમ્‍બર, દિકરી-જમાઈ ઉપસ્‍થિત રહી કમલામાંના આર્શીવાદ મેળવી ધન્‍યતા અનુભવી હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે શ્રી કમળા માતાજી, શ્રી સોમાદાદાજી, શ્રી વિઠ્ઠલદાદાજીને વાજતે ગાજતે દુધની ધારા કરીને જસદણથી રાજકોટ પંકજભાઈ વિનુભાઈ પટેલના નિવાસ સ્‍થાને બેન્‍ડ વાજાના સંગીત સાથે પધરામણી કરવામાં આવી હતી. વિનુભાઈ પ્રભુદાસ પટેલ તરફથી પ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી. બીજે દિવસે સવારનો ફરાળી અલ્‍પાહાર ચંદુલાલ મગનલાલ પટેલ તરફથી રાખેલ. ત્‍યારબાદ બેન્‍ડ વાજાના સુરીલા સંગીત સાથે શ્રી કમળામાં અને સુરાપુરા દાદાને બગી ગાડીમાં જતિનભાઈ ચન્‍દ્રકાન્‍ત પટેલ (મુંબાઈ) પરિવારના ખોળામાં આસન લેવડાવીને ભવ્‍ય વરણાંગી પ્રોસેશન યોજવામાં આવેલ. ફટાકડા અને રાસની રમઝટ બોલાવીને માતાજીને મંદિરમાં બીરાજમાન કરાયા હતા. હવનનું બીડું હોમ્‍યા બાદ બપોરનો પ્રસાદ અમીતભાઈ રમેશભાઈ પટેલ તરફથી રાખવામાં આવ્‍યો હતો. સાંજના વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં મનસુખભાઈ પટેલ, ચંદ્રિકાબેન પટેલ, ચંદુભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ,  શશીકાન્‍તભાઈ પટેલ (અમદાવાદ), નવીનભાઈ એસ. પટેલ (મુંબઈ), જયશ્રીબેન આર. પટેલ, અરૂણાબેન એન. પટેલ, મંજુલાબેન આઈ. પટેલ (અમદાવાદ), કોકીલાબેન પટેલ (અજમેર), ઈન્‍દુબેન સી. પટેલ, જયોત્‍સનાબેન એસ. પટેલ,  રંજનબેન સી. પટેલ, પંકજભાઈ ડી. પટેલ (મુંબઈ),ઉષાબેન વાય. પટેલ (પુના)ને ડાયસ પર આસન આપી દરેકનું પુષ્‍પગુચ્‍છ અને કેશરી ખેસ અને સાલથી વડીલ વંદના કરવામાં આવી હતી. કાર્યક્રમને આગળ વધારતા જસદણથી ખાસ પધારેલ જસદણ હવેલીના ટ્રસ્‍ટીમંડળમાં પત્રકાર ધર્મેશભાઈ કલ્‍યાણી, ભરતભાઈ જનાની, ચન્‍દ્રકાંતભાઈ બાબરીયા, ભરતભાઈ ધારૈયા, કિશોરભાઈ ગઢવીએ ખાસ હાજરી આપી પ્રમુખ કીરીટભાઈ પટેલનું પુષ્‍પની પાંદડીનો વરસાદ વરસવાતા ઉપરણો શાલ ઓઢાડીને બહુમાન કરેલ. અશ્વિનભાઈ સી.પટેલ પરિવારે કિરીટભાઈ પટેલને લાંબો ગુલાબનો હાર, કેસરી ખેસ તથા શાલ ઓઢાડી સન્‍માન કરવામા આવેલ. સાથે બધા હોદેદારો તથા ટ્રસ્‍ટીગણે પણ ખુબ જ સારુ કાર્ય કરેલ હોય તેઓને અશ્વિનભાઈ પટેલ પરિવાર, વરુણભાઈ પટેલ પરિવાર દ્વારા શાલ ઉપરણો ઓઢાડીને સન્‍માન કરવામાં આવેલ. નજીવા દરે કાર્ય કરનાર જુદી જુદી એજન્‍સીઓના પ્રતિનિધિનું શીલ્‍ડ, શાલ અને ઉપરણો ઓઢાડીને સન્‍માન કરવામા આવેલ. સાંજના જમણવારના મનોરથી શ્રી આશિષભાઈ એન. પટેલે ધર્મલાભ લીધેલ. પ્રસંગોચિત પ્રવચન મુકેશભાઈ દોશી (પુર્વ શહેર ભાજપ પ્રમુખ), સાગરભાઈ પટેલ, આસનાબેન પટેલ,  પ્રદિપભાઈ વડોદરીયાએ આપેલ. કાર્યક્રમના અંતમાં પટેલ કુટુંબના મોભી અને જસદણ પટેલ કુટુંબના જસદણના મંદિરમાં જેનો અયાગ મહેનતને યાદ કરી તેના ભાવને બીરદાવી જસદણ મંદિરના નિર્માણના શીલ્‍પી એવા ચંદુલાલ કાન્‍તિલાલ પટેલ જાદલ, ચિમનભાઈ મગનલાલ પટેલ બન્નેને મરણોતર અમર સ્‍મળતિ સન્‍માન એવોર્ડ આપવામાં આવેલ. હર્ષિદાબેન રમેશભાઈ પટેલે કરેલ નિવેદની સવિશેષ સેવા બદલ પટેલ નારી રત્‍ન એવોડ આપવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં મોટી સંખ્‍યામાં પટેલ કુટુંબીજનો તથા જ્ઞાતિ શ્રેષ્‍ઠીઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ. જેના મનોરથી આશીષભાઈ નવિનભાઈ પટેલએ ધર્મલાભ લીધેલ. રાત્રે મંદિર ખાતે શ્રી કમલા માતાજીની મહાઆરતી ઉતારવામાં આવેલ. કાર્યકમનાં અંતિમ ત્રીજા દિવસે સવારનો અલ્‍પાહાર દિલીપભાઈ મગનલાલ પટેલ તરફથી રાખવામાં આવેલ. કેસીયો પાર્ટી સંગાથે પ્રોસેશન મંદિર ખાતે પહોચેલ. મંદિરમાં સર્વે વરઘોડીયાને દર્શન કરાવી સર્વે માટે નિવેદનો પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ સમયે જામનગરથી ખાસ પધારેલ  અરૂણાબેન ભોગીલાલ પટેલ, દિપકભાઈ બી. પટેલ, કિરણબેન બી. પટેલે ખાસ દર્શનનો લ્‍હાવો લીધો હતો. તેઓએ મોટી સ્‍કમની ધન રાશિ શ્રી કમલામાના ચરણે ઘરી આર્શીવાદ મેળવેલ. બહારગામના લોકો માટે ટ્રસ્‍ટી મંડળે ત્રણ દિવસ મંદિરે આવવા - જવા બસની સુંદર વ્‍યવસ્‍થા કરેલ. ત્રિદિવસીય આનંદ ઉત્‍સવની પૂર્ણાહુતિ કરી સૌ વિદાય થયેલ. કાર્યક્રમને યશસ્‍વી બનાવવા પ્રમુખ કીરીટભાઈ સી.પટેલ, ઉપપ્રમુખ મનિષભાઈ એમ. પટેલ, માનદ મંત્રી સાગરભાઈ આર. પટેલ, ગોપીભાઈ કે. પટેલ, ટ્રેઝરી અમિતભાઈ આર. પટેલ, ટ્રસ્‍ટીગણમાં જયદિપભાઈ સી. પટેલઈ, પંકજભાઈ વી. પટેલ, વરૂણભાઈ એ. પટેલ, એડવાઈઝરી કમીટી મેમ્‍બરમા દિલીપભાઈ એમ. પટેલ (રાજકોટ), દિપકભાઈ બી. પટેલ (જામનગર), જતીનભાઈ સી. પટેલ (મુંબઈ)એ સેવા આપી હતી. પ્રચાર પ્રસાર સેવા અશ્વિનભાઈ સી. પટેલએ પુરી પાડેલ છે. એન્‍કરીંગ સેવાગોપીભાઈ કે. પટેલે પુરી પાડેલ. તેમ પ્રમુખ કિરીટભાઈ સી. પટેલ (મો.૯૮૭૯૮ ૭૧૮૧૮)ની યાદીમાં જણાવાયુ છે.

(3:20 PM IST)