News of Tuesday, 28th July 2026
લાખાજીરાજ રોડ પર ‘હેરીટેજ માર્કેટ'નું સ્વપ્ન રીક્ષાચાલકોના ત્રાસથી હોમાયુ
પાથરણાવાળાની હકાલપટ્ટી થઇ પણ રિક્ષાચાલકોનું દબાણ વધ્યું : પેસેન્જર બેસાડવાના બહાને કલાકો સુધી દુકાનો સામે જ રિક્ષાઓ ખડકી દેવાતા ધંધા-રોજગાર ચોપટ થવાની ભીતિઃ યોગ્ય ઉકેલ લાવો

રાજકોટઃ શહેરના લાખાજીરાજ માર્કેટ વિસ્તારમાં અગાઉ પાથરણાવાળા ફેરિયાઓના કારણે વેપારીઓ, ગ્રાહકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓના સામનો કરવો પડો હતો. રાજકોટના તેજતર્રાર મેયર શ્રી નેહલભાઇ શુકલના પ્રયાસથી રાજકોટ કમિશનરશ્રી, ટ્રાફિક પોલીસ વિભાગ તથા તમામ વેપારીઓના સહયોગથી આ સમસ્યાનું સફળ નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેના પરિણામે માર્કેટમાં વ્યવસ્થા, સ્વચ્છતા અને ટ્રાફિકમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. તેમ જણાવી સર લાખાજીરાજ રોડ એટલે મર્ચન્ટ એસો.ની યાદીમાં જણાવે છે કે છેલ્લા કેટલાક સમયથી લાખાજીરાજ માર્કેટમાં રિક્ષાચાલકોનો ત્રાસ સતત વધી રહ્યો છે. મુસાફરોને દુકાનો નજીક ઉતારવાના બહાને અનેક રિક્ષાચાલકો પોતાની રિક્ષાઓ લાંબા સમય સુધી દુકાનોની સામે જ ઊભી રાખે છે. તેના કારણે ગ્રાહકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે, ટ્રાફિક અવરોધાય છે તેમજ વેપારીઓના રોજિંદા વ્યવસાય પર પણ સીધી અસર પડે છે.
લાખાજીરાજ માર્કેટને હેરિટેજ તરીકે વિકસાવવાના નેહલભાઇના વિઝન અને પ્રયાસોને પણ આવી અનિયમિતતાઓથી નુકસાન પહોંચી રહ્યું છે. જો માર્કેટને સુવ્યવસ્થિત, સુંદર અને હેરિટેજ ઓળખ સાથે વિકસાવવી હોય તો આવા દબાણો અને ટ્રાફિક અવ્યવસ્થાને દૂર કરવી અત્યંત જરૂરી છે.
આથી લાખાજીરાજ માર્કેટના વેપારીઓ વતી રાજકોટ મેયર શ્રી, કમિશનર શ્રી, ટ્રાફિક પોલીસ વિભાગ તથા સંબંધિત તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે રિક્ષાચાલકો દ્વારા સર્જાતી આ સમસ્યાનો તાત્કકાલિક ઉકેલ લાવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે વેપારીઓ તેમજ ગ્રાહકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી લાખાજીરાજ માર્કેટમાં ફરીથી સુવ્યવસ્થા, સરળ અવરજવર અને વ્યવસાયને અનુラકૂળ વાતાવરણ જળાવાળ રહે તેમ એસો.ના પ્રમુખ શ્રી મોૈલિકસિંહ વાઢેર, ઉપપ્રમુખશ્રી હરીશભાઇ દાસાણી, મંત્રી શ્રી અશોકભાઇ પલાણ, સહમંત્રી રીપ્પલભાઇ મહેતા, ખજાનચી દિપકભાઇ એન. ખખ્ખર, એડવાઇઝર હિતેષભાઇ અનડકટ અને પરેશભાઇ કોરાટ તેમજ કારોબારી સભ્યો રવિ બી. પટેલ, વિપુલભાઇ શાહ, તેજસભાઇ બુદ્ધદેવ, અશોકભાઇ અસનાની, દિલીપભાઇ ઇડરીયા, કમલભાઇ ગોસ્વામી, કમલેશભાઇ પંચમતીયા, હિતેષભાઇ પારવાણી, ઘનશ્યામભાઇ તીર્થવાણી, અતુલભાઇ જે. પતીરા, અશીતભાઇ વોરા, ધર્મેશભાઇ કુંડલીયા, જીતુભાઇ રાઠોડ, દિપેશભાઇ વખારીયા, બ્રિજેશભાઇ દોશી જણાવે છે.
(3:06 PM IST)










