<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

એલ.આર.શાહ હોમીયોપેથી કોલેજના ડો.નિમિષા ઉમરેટીયાને સુવર્ણચંદ્રક

 

રાજકોટ, તા., ૧૯ : ગાર્ડી વિદ્યાપીઠ સંચાલિત એલ.આર. શાહ હોમિયોપેથી કોલેજ તરફથી સંસ્‍થા માટે અત્‍યંત ગૌરવપૂર્ણ વિગત જાણવા મળી હતી. કોલેજની પ્રથમ અનુતાાતક (પી.જી.) બેચની વિદ્યાર્થિની ડો. નિમિષા ઉમરેટિયાને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવતા એમણે પરિવાર ઉપરાંત કોલેજ અને સમગ્ર ગાર્ડી વિદ્યાપીઠનું નામ રોશન કર્યું છે.

ગુજરાતના માનનીય રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે તેમને આ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્‍યો હતો. તબીબી શિક્ષણના ક્ષેત્રમાં અનુતાાતક અભ્‍યાસ દરમિયાન ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરવો એ ગૌરવની બાબત છે. ખાસ કરીને એલ.આર. શાહ હોમિયોપેથી કોલેજની પ્રથમ પી.જી. બેચની વિદ્યાર્થિની તરીકે આ સન્‍માન પ્રાપ્ત થવાથી આ સિદ્ધિનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.

ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડિરેક્‍ટર  જય મહેતા, ટ્રસ્‍ટના ચેરમેન  ડી.વી. મહેતા તથા એલ.આર. શાહ હોમિયોપેથી કોલેજના પ્રિન્‍સિપાલ ડો. અનૂપ કુમાર દાસે ડો.નિમિષા ઉમરેટિયાની આ ઉત્‍કળષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્‍યાં હતાં અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છાઓ વ્‍યક્‍ત કરી હતી. આ સિદ્ધિથી કોલેજના અધ્‍યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. પ્રથમ પી.જી. બેચની વિદ્યાર્થિની દ્વારા પ્રાપ્ત થયેલું આ સન્‍માન આગામી બેચના વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

(2:57 PM IST)