<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

તબીબોનું સ્‍વપ્‍ન અંતે સાકારઃ IMA હાઉસ-રાજકોટનું લોકાર્પણ

દસ હજાર ચો.ફૂટ જગ્‍યામાં ઓડિટોરીયમ- મેડિકલ એજ્‍યુકેશન માટે સેમીનાર હોલ -બોર્ડ રૂમ સાથે વિવિધ કામગીરી માટે અદ્યતન સુવિધા સંપન્ન ઓફિસનું સેટઅપ... રાષ્‍ટ્રીય પ્રમુખ ડો. અનીલકુમાર નાયકના હસ્‍તે લોકાર્પણ

ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન - રાજકોટ દ્વારા નવનિર્મિત આઈ.એમ.એ. હાઉસ-રાજકોટના લોકાર્પણ પ્રસંગની તસવીરી ઝલક.ઈન્‍સેટ તસવીરમાં પ્રમુખ ડો. તેજસ કરમટા, સેક્રેટરી ડો. બિરજુ મોરી, ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનિલકુમાર નાયક અને ગુજરાતના પ્રમુખ ડો. અનિલ પટેલ નજરે પડે છે.

રાજકોટ તા. ૨૨: રાજકોટના એલોપેથી તબીબોએ વરસોથી સેવેલ એક સ્‍વપ્ન તાજેતરમાં સાકાર થયુ છે. ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ બ્રાન્‍ચ હવે પોતાના માલીકીના ઘરમાં કાર્યરત બની છે. સંસ્‍થાના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનિલકુમાર નાયકના હસ્‍તે તાજેતરમાં રાજકોટમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ આઈ.એમ.એ. હાઉસ-રાજકોટનું લોકાર્પણ કરવામાં આવ્‍યુ છે. રાજકોટના તબીબોને હવે એક છત હેઠળ વિવિધ સવલતો સાથે સંસ્‍થાની અનેક પ્રવૃત્તિઓ કરવાની સગવડ ઉભી થઈ છે સાથે સાથે તબીબો પોતાના જ્ઞાનમાં વૃધ્‍ધી કરી શકે, સમાજ ઉપયોગી અનેક કાર્થો સામૂહિક રીતે હાથ ધરી શકે એ માટે આઈ.એમ.એ. હાઉસ આશીર્વાદ રૂપ બની રહેશે. એલોપેથી તબીબોએ હરખ સાથે નવા હાઉસને વધાવ્‍યુ છે.

ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. તેજસ કરમટા અને સેક્રેટરી ડો. બિરજુ મોરીએ માહિતી આપતા જણાવ્‍યુ હતું કે, નવનિર્મિત આઈ.એમ.એ. હાઉસ દસ હજાર ચો.ફૂટ જગ્‍યામાં અનેક સવલતો ઉપલબ્‍ધ છે. અહીં થીયેટર ટાઈમ સીટીંગ વ્‍યવ્‍યવસ્‍થા સાથેનું સ્‍ટેટ ઓફ આર્ટ ઓડીટોરીયમ છે જેમાં ૧૭૫ જેટલી પ્રિફીક્‍સ મોટી એલ.ઈ.ડી. સાથેના બે ટી.વી.. પરફેસ કોલ્‍બી સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે ભવનના દરેક ભાગમાં લાઈવ પ્રસારણ માટે કનેક્‍ટ થઈ શકે એવી સુવિધા ઉપલબ્‍ધ છે. ૩૫૦૦ ચો. ફૂટનો મલ્‍ટીપરપસ એ.સી. હોલ છે જેમાં જરૂરીયાત પ્રમાણે કનેકટીવીટી ઉપલબ્‍ધ છે, હોલમાં સ્‍વતંત્ર સેમીનારો માટે જરૂરી તમામ ટેકનોલોજી છે. હોલ સાથે કિચન વગેરે સુવિધા એટેચ છે. ભવનમાં ખાસ વર્કશોપ - સેમીનાર રૂમનું નિર્માણ કરવામાં આવ્‍યુ છે, જેમાં પિલર વગરના રૂમમાં એ.વી. કનેકટીવીટી સાથે અદ્યતન ટેકનોલોજી ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત આકર્ષક રીસેપ્‍શન એરીયા સાથે ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટની ઓફિસ, વિવિધ સંલગ્ન એસોસીએશનોની ઓફિસ, તમામ કાર્યો એક જગ્‍યાએ થઈ શકે એ પ્રકારનું ઓફિસ સેટઅપ ઉભુ કરવામાં આવ્‍યુ છે. રાજકોટના દીર્ઘદ્રષ્ટા વરિષ્ઠ તબીબોએ આગામી એક બે દસકા બાદનું પણ વિચારી ત્‍યારના સંજોગોમાં શું જરૂરી હશે એ બાબત અત્‍યારથી યોગ્‍ય ટેકનોલોજી સાથેનું ભવન સમાજને અર્પણ કર્યુ છે.

 ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનિલકુમાર નાયકે આઈ.એમ.એ. હાઉસ-રાજકોટનું લોકાર્પણ કરતાં કહ્યું કે દેશમાં અનેક સ્‍થળે આઈ.એમ.એ. હાઉસ બન્‍યા છે પણ રાજકોટના તબીબોએ વરસોની મહેનત બાદ આ અદ્યતન સુવિધા સંપન્ન આઈ.એમ.એ. હાઉસનું નિર્માણ કર્યુ છે એ અભિનંદનને પાત્ર છે. તેમણે આ ભવનના લોકાર્પણ સાથે તબીબોને આહવાન કર્યું કે આ ભવનને ધમધમતુ રાખવા, તબીબોએ સંગઠીત બની સતત તબીબોના અને સમાજના ઉત્‍થાનમાં સહભાગી બનતા રહેવુ. તેમણે આઈ. એમ.એ. હાઉસના નિર્માણમાં તન-મન-ધનથી યોગદાન આપનાર દરેક તબીબોને અભીનંદન પાઠવ્‍યા હતા.

ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પ્રમુખ ડો. અનિલ પટેલે જણાવ્‍યુ હતું કે, રાજકોટના તબીબોએ અતિ આધુનિક ટેકનોલોજી સાથેના આ આઈ.એમ.એ. હાઉસનું નિર્માણ કર્યુ છે એ બિરદાવવા લાયક છે. તેમણે આગામી દસકા સુધીનો વિચાર કરી અહીં જે ટેકનીકલ સગવડોનું ધ્‍યાન રાખવામાં આવ્‍યુ છે, વર્તમાન અને ભવિષ્‍યની જરૂરીયાતોને ધ્‍યાનમાં રાખી વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ અને માળખુ ઉભુ કરવામાં આવ્‍યુ છે જે તબીબો માટે ખૂબ ઉપયોગી બની રહેશે. તેમણે રાજકોટના તબીબોને આ ભવનનો વધુને વધુ ઉપયોગ કરી સમાજ માટે કંઈને કઈ કરી છૂટવા અનુરોધ કર્યો હતો.

ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન - રાજકોટના ટ્રસ્‍ટીઓ સર્વશ્રી ડો. અતુલ પંડયા, ડો. ભરત કાકડીયા, ડો. ભાવેશ સચદે, ડો. ચેતન લાલસેતા, ડો. દિપેશ ભાલાણી, ડો. હિરેન કોઠારી, ડો. જય ધિરવાણી, ડો. એમ. કે. કોરવાડીયા, ડો. પારસ શાહ, ડો. સંજય ભટ્ટ, ડો. યજ્ઞેશ પોપટ અને ડો. કાંત જોગાણી (નિમંત્રીત) એ સંયુક્‍ત રીતે જણાવ્‍યુ હતું કે, રાજકોટમાં એલોપેથી તબીબોનું સંગઠન ઈન્‍ડીયન વરસોથી કાર્યરત છે. અગાઉના દરેક પ્રમુખ, સેક્રેટરી, સિનિયર તબીબો દ્વારા રાજકોટમાં આઈ.એમ.એ.નુ ખુદનું એક ભવન હોય અને ત્‍યાં તબીબોના વિકાસ સાથે સમાજના વિકાસ માટે વિવિધ કાર્યો કરી શકાય એવુ સ્‍વપ્ન સેવવામાં આવ્‍યુ હતું. દરેક ટીમ દ્વારા યથાયોગ્‍ય પ્રયાસો થતા રહ્યા હતાં. ૨૦૨૪માં રાજકોટમાં ગુજરાત આઈ.એમ.એ.ની કોન્‍ફરન્‍સ જીમાકોન-૨૦૨૪નું ભવ્‍ય આયોજન થયુ ત્‍યારે આ વિચારને હવે મૂર્તિમંત કરવાનો સમય આવી ગયો છે એવુ તમામ તબીબી આગેવાનોને લાગ્‍યુ અને એક ત્‍યારથી જોરશોરથી પ્રયાસો શરૂ કરવામાં આવ્‍યા જેના પરીણામ સ્‍વરૂપે આજે અમો અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આઈ.એમ.એ. હાઉસ-રાજકોટનું આજે લોકાર્પણ કરી શક્‍યા છીએ.

ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. યજ્ઞેશ પોપટ અને ગુજરાતના ઉપપ્રમુખ ડો. ચેતન લાલસેતાએ ભવનના લોકાર્પણ પ્રસંગે જણાવ્‍યું હતું કે, તબીબોના અભ્‍યાસ માટે અને વિશ્વ કક્ષાના તબીબી સંશોધનો, સારવાર વિશે માહિતગાર રહેવા માટે આ ભવન ખુબ ઉપયોગી બનશે.

આઈ.એમ.એ. હાઉસના લોકાર્પણ પ્રસંગ માટે ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. તેજસ કરમટા, સેક્રેટરી ડો. બિરજુ મોરી, આઈ.પી.પી. ડો. જયેશ ડોબરીયા, પ્રેસીડન્‍ટ ઈલેટ ડો. મયંક ઠક્કર, ઉપપ્રમુખ ડો. કાર્તિક સુતરીયા, ડો. દિનેશ ચૌહાણ, એડિટર ડો. ધર્મેશ શાહ, ટ્રેઝરર ડો. કૃપાલ પુજારા, જોઈન્‍ટ સેક્રેટરી ડો. દર્શન સુરેજા, ડો. ચિતન દલવાડી, જોઈન્‍ટ ટ્રેઝરર ડો. ચિતન કણસાગરા, ડો. હેતલ મોટા, એકઝીકયુટીવ કમીટીના ડો. અમીત અગ્રાવત, ડો. અમીષ મહેતા, ડો. દીપા ગોંડલીયા, ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, ડો. કમલેશ કાલરીયા, ડો. કિંજલ ભટ્ટ, ડો. પિયુષ ઉનડકટ, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા, ડો. તુષાર પટેલ, કો. ઓપ્‍ટ મેમ્‍બર ડો. અદિતી પંડયા, ડો. હાર્દિક વેકરીયા, ડો. હર્ષ કોટેચા, ડો. જીતેન્‍દ્ર, ડો. પુનિત ત્રિવેદી, ડો. તેજસ ચોટાઈ, ડો. વૈભવ હાપલીયા તથા સાયન્‍ટીફીક કમીટી અને એડીયોરીયલ બોર્ડના ડો. હર્ષલ કાલરીયા, ડો. મનિલ બાવળીયા, ડો. નિલેશ દેત્રોજા, ડો. રાજેશ રામ, ડો. સંજય દેસાઈ, ડો. સંકલ્‍પ વણઝારા, યંગ એકઝીકયુટીવ કમીટીના ડો. અજય ચરણ, ડો. અંકિત માકડીયા, ડો. અંકુર સીણોજીયા, ડો. અંકુર વરસાણી, ડો. ધ્રુવ કોટેચા, ડો. ઘટના કથીરીયા, ડો. નિકેત દોમડીયા, ડો. પાર્થ કટારીયા, ડો. નિરાલી કોરવાડીયા, ડો. ઝલક ઉપાધ્‍યાય, ડો. યશ કાકડીયા સહિતની ટીમ કાર્યરત હતી.

(2:59 PM IST)