<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

શેરબજારના ધંધાર્થી દિવ્‍યાંગ પોબારૂનો ઝેર પી આપઘાત

જામનગર રોડ ગુલમહોર વૂડ બંગલોઝના ૩૧ વર્ષિય યુવાને પરા પીપળીયા ફાટક પાસે ઝેર પીધું: સારવારમાં દમ તોડયોઃ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એમ. એ. વાઘેલાએ કાર્યવાહી કરીઃ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૧૮: શહેરના જામનગર રોડ પર રહેતાં અને શેર બજારનું કામ કરતાં યુવાને પરા પીપળીયા નજીક ફાટક પાસે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ સૂર્યકાંત હોટેલની પાછળ રત્‍નમ સ્‍કાય સીટીની બાજુમાં ગુલમહોર વૂડ બંગલોઝ નંબર-૧૯ ખાતે રહેતાં દિવ્‍યાંગભાઇ રાજેશભાઇ પોબારૂ (ઉ.વ.૩૧) નામના યુવાને ગત સાંજે જામનગર રોડ પર  જલારામ ફૂડ કોર્ટ પાછળ પરા પીપળીયા રેલ્‍વે ફાટક પાસે ઝેરી દવા પી લેતાં કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. તુરત જ દિવ્‍યાંગભાઇને સારવાર માટે એઇમ્‍સ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ મૃત્‍યુ થયું હતું.  બનાવની જાણ એઇમ્‍સ હોસ્‍પિટલ મારફત થતાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના આસી. સબ ઇન્‍સ. મનિષભાઇ એ. વાઘેલાએ ત્‍યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ દિવ્‍યાંગભાઇ પોબારૂ શેર બજારનું કામકાજ કરતાં હતાં અને અપરિણીત હતાં. આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખવામાં આવી છે.  

(2:40 PM IST)