<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

સંતકબીર રોડ પરથી પોપટપરાનો દિનેશ ઉકેડીયા ગાંજા સાથે પકડાયો

બી-ડીવીઝન પીઆઇ જી.આર.ચૌહાણ, પીએસઆઇ એન.આર. ડોબરીયા અને ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. ર૩: સંતકબીર રોડ પર ત્રિવેણી ગેઇટ પાસેથી બી-ડીવીઝન પોલીસે પોપટપરાના શખ્‍સને રૂા. ૧ હજારની કિંમતના ર૧ ગ્રામ જેટલા ગાંજા સાથે પકડી લઇ એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ બી-ડીવીઝનના પીઆઇ જી.આર. ચૌહાણ, પી.એસ.આઇ. એન.આર. ડોબરીયા, કોન્‍સ. અનીલભાઇ નૈયા સહિતના સ્‍ટાફે બાતમીના આધારે સંતકબીર રોડ પર ત્રિવેણી ગેઇટ પાસે આવેલી પાનની દુકાન પાસેથી દિનેશ મેરામભાઇ ઉકેડીયા (ઉ.વ. ૪૪ રહે. પોપટપરા ગોદામના ખુણા પાસે, દશામાના મંદિર પાસે) ને તેના કાળા જેકેટના ખીસ્‍સામાથી ૧૦૮૯ રૂપિયા કિંમતનો ર૧.૭૯ ગ્રામ ગાંજો મળી આવતા ગાંજા, ફોન સહિત કુલ રૂા. ૬૦૮૯ નો મુદામાલ  કબ્‍જે કરી ગાંજો કયાંથી લાવ્‍યો હતો ? તે દિશામાં પુછપાછ શરૂ કરી છે.

(2:51 PM IST)