<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

બેડલાના ખેડૂતોની માંગણીઃ અધીકારીની ભૂલથી સર્વે નંબર અલગ આવતો હોય તાકિદે સુધારવા આવેદન

નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની મંજૂરી આપોઃ પ્રાંતે પણ તરફેણમાં ચૂકાદા આપેલ છે

રાજકોટ તા. ૧: તાલુકાના બેડલા ગામના ખેડૂત પરીવારોએ કલેકટરને આવેદન પાઠવી બેડલાના જમીન સર્વે નંબર સુધારવા તથા નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા બાબત અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, અમો ખેડુત ભાઇઓ ખેતીનું કામ કરીને અમારા પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ. ઇ.સ. ૧૯૬ર, ૧૯૬૪માં સાંથણીમાં મળેલ ખેતીની જમીન જે સ્‍થળે આપેલ છે એજ સ્‍થળે અમો ખેતીનું કામ કરીએ છીએ જે તે સમયે સર્વે કરવા આવેલ અધિકારીના ભુલથી સર્વે નંબર અલગ આવતો હોય ત્‍યારથી અમો ખેડુત પીડાઇ રહ્યા છીએ અમારા સર્વે નંબર સુધારવા અને સર્વે નંબર સુધારા બાદ અને અમારી જમીન નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવામાં આવે તેવી અમોની અરજ છે અગાઉ વારંવાર રજુઆત કરેલ છે તેમનું બીડાણ સાથે જોડેલ છે ખેડુત ભાઇઓ ઉપર શરત ભંગના કેસો થયેલા હતા તે પ્રાંત દ્વારા અવલોકન કરી ર૦૧૭માં રદ કરવામાં આવેલ. ખેડુત ભાઇઓની જમીન રેગ્‍યુલર રાઇઝ કરી આપવા વિનંતી

(3:43 PM IST)