News of Saturday, 24th October 2026
પોણાપાંચ લાખની ચોરીમાં ફરાર ભીલો ઉર્ફે વિશાલને ડીસીબીએ પકડયો
વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી જયમીન પરમારને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સુરત ખાતેથી દબોચી લીધો

રાજકોટ, તા. ર૪: શહેરના એ-ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર કુબલીયાપરાના આરોપી અને ગાંધીગ્રામ પોલીસ મથકના વિશ્વાસઘાતના ગુનામાં ફરાર અમદાવાદના અને હમાલ સુરત રહેતા આરોપીને ક્રાઇમબ્રાંચ અને પેરોલફર્લો સ્કવોડની ટીમોએ ઝડપી લીધા હતા.
શહેરના કંસારા બજારની પાછળની શેરીમાં દુકાનમાંથી રૂા. ૧.પર લાખની રોકડ સહિત રૂા. ૪.૭૯ લાખની મત્તાની ચોરી કરવા મામલે એ-ડીવીઝન પોલીસ મથકમાં દાખલ ગુનામાં નાસતા-ફરતા આરોપી ભીલો ઉર્ફે વિશાલ પ્રવિણભાઇ ચારોલીયા (ઉવ. ર૦ રહે. ચારબાઇના મંદિર પાસે, ઝુપડપટ્ટીમાં, કુબલીયાપરા) ને ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી ક્રાઇમ બ્રાંચ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પો.સબ.ઇન્સ. વી.ડી. રાવલીયા, એએસઆઇ સમીરભાઇ શેખ, પો.હેડ કોન્સ. સાગરભાઇ માવદીયા, દિપકભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, રવીભાઇ ગઢવી, યજવેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. જીલુભાઇ ગરચર, તોફીકભાઇ જણાય, અશ્વિનભાઇ પંપાણીયાએ કરી હતી.આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ મથકમાં દાખલ કરાયેલા વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપી જયમીન દિનેશભાઇ પરમાર (ઉ.વ. ૩પ રહે. પી-૪૦ર, માધવ હોમ્સ, વષાાલ, અમદાવાદ હાલ યુનીટી ટાવર, સરથાલા, સુરત) ને પેરોલફર્લો સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે સુરતથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર પી.એચ. પઢિયાર, પો.સબ ઇન્સ. એસ.બી. ઘાસુરા, એએસઆઇ ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, પો.હેડ કોન્સ. રાજદીપસિંહ ચૌહાણ, જયેશભાઇ ચોસલા, રણછોડભાઇ આલ, શિવભદ્રસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, પો.કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, પો.કોન્સ. યોગેશભાઇ આદ્રોજા તથા ડ્રા. પો.કોન્સ. દોલતસિંહ રાઠોડે કરી હતી
(2:56 PM IST)










