<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ડે.મેયર દક્ષાબેન વસાણી : અનુભવી નેતૃત્‍વ

કોર્પોરેટર તરીકે બીજી ટર્મઃ સંગઠનનો બહોળો અનુભવ

રાજકોટના ડેપ્‍યુટી મેયર બન્‍યા બાદ દક્ષાબેન વસાણી ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્‍છા મુલાકાતે આવ્‍યા હતા. તેમની સાથે દક્ષાબેનના પતિ ભરતભાઇ વસાણી, મયુરભાઇ અનડકટ, દિપ અનડકટ, ભુષણ ગઢીયા, ડો.ભાવેશભાઇ વિઠ્ઠલાણી, જય ગઢીયા અને અકિલા પરિવારના વિજય વસાણી જોડાયા હતા.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ : શહેરના ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી વોર્ડ નંબર નવ માંથી ચૂટાયા છે અત્‍યંત લાગણીશીલ અને પોતાના વિસ્‍તારના સામાન્‍યથી લઈ સુખી સંપન્ન લોકોના દુઃખને પોતાનું દુઃખ સમજી રાત દિવસ દોડતા રહેતા દક્ષાબેન વસાણી ઉપર ભાજપે ડેપ્‍યુટી મેયર પદનો કળશ ઢોળ્‍યો છે એ જ તેમની સેવાનો બોલતો પુરાવો છે. વોર્ડ નંબર નવના તમામ સમાજના લોકો સાથે સરળ સ્‍વભાવથી દક્ષાબેન વસાણી આમજનતાની વચ્‍ચે રહી તેમની સમસ્‍યા દૂર કરવા સતત પ્રયત્‍નશીલ રહે છે. પોતાના વિસ્‍તારમાં ૧૦૮ ની છાપ ધરાવતા દક્ષાબેન વસાણી હોસ્‍પિટલના કામમાં ૨૪ કલાક ખડે પગે રહી લોકોના દુઃખે દુઃખી જેવી પરોપકારી વળત્તિ ધરાવે છે.

તેઓએ ભારતીય જનતા પાર્ટીના વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ પદે રહી મહિલાઓને પડતી સમસ્‍યાઓ દૂર કરવા, સામાન્‍ય પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એડમિશનથી લઈ પુસ્‍તકો સહિત બાળકોને બીજી જરૂરિયાત મુજબની સહાય કરવા હંમેશા તત્‍પર રહે છે. તેઓ શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી છે તેવો અનેકવિધ સામાજિક સંસ્‍થાઓ, રઘુવંશી મહિલા મંડળ સાથે જોડાઈ સેવા કાર્યો કરે છે. ગત ટર્મમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે ખૂબ જ ઉમદા કામગીરી કરી હોય ભાજપે તેમને માત્ર વોર્ડની નહીં પરંતુ ડેપ્‍યુટી મેયર બનાવી સમગ્ર રાજકોટની જવાબદારી સોંપી છે દક્ષાબેન ગત ટર્મમાં સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍ય તરીકે પણ જવાબદારી સંભાળી હતી. દક્ષાબેન ડે. મેયર બનતા તેમના મો. નં. ૯૭૭૩૦ ૭૮૩ર૪ પર શુભેચ્‍છાનો ધોધ વહી રહ્યો છે. 

 

(3:59 PM IST)