<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

હાસ્‍ય અને સસ્‍પેન્‍સનો સમન્‍વય સર્જતી ફિલ્‍મ ‘ડમરુ' : ૨૩ મીએ સીનેમાઘરોમાં થશે રીલીઝ

બેલબોયની વાત લઇને સૌ ચકરાવે ચડે છે : ડમરૂની શોધ ફિલ્‍મમાં કેન્‍દ્રસ્‍થાને : બે ગીતોની પણ જમાવટ : પરિવાર સાથે માણી શકાય તેવી મજેદાર ફિલ્‍મ : સ્‍ટારકાસ્‍ટ મૌલિક ચૌહાણ અને નિરાલી ઓઝાએ ‘અકિલા' ખાતે વર્ણવી રસપ્રદ વિગતો

રાજકોટ તા. ૧૫ : પરિવાર સાથે માણી શકાય તેવું હાસ્‍ય, સસ્‍પેન્‍સ મિશ્રિત ગુજરાતી ફિલ્‍મ આગામી તા.૨૩મીએ ગુજરાત સહિત દેશ-વિદેશના સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહ્યુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્‍મની સ્‍ટારકાસ્‍ટ ટીમના મૌલિક ચૌહાણ અને નિરાલી ઓઝાએ જણાવ્‍યુ હતુ કે ફિલ્‍મ ખુબ સરસ માઉન્‍ટ થઇ છે. કઇક અનોખા સિનેમેટીક અનુભવ કરાવવા ખુબ સરસ પ્રયાસ થયો છે. બેલ બોયની વાતને લઇને ફિલ્‍મ આગળ વધે છે અને ‘ડમરૂ'ની શોધ સૌને ચકરાવે ચડાવે છે. આખી ફિલ્‍મના કેન્‍દ્ર સ્‍થાને આ ડમરૂ હોય છે.

૨૦ થી વધુ ફિલ્‍મોમાં અદાકારી કરી ચુકેલા મૌલિક ચૌહાણે જણાવ્‍યુ હતુ કે આ ફિલ્‍મમાં મારો રોલ પી.આઇ. રાઠોડ તરીકેનો છે. જયારે સાથી કલાકાર નિરાલી ઓઝા આરૂહીના પાત્રમાં છે. નિરાલીજી રાજકોટના જ છે અને અભિનેત્રી હોવા સાથે સારા ક્રિકેટર પણ છે. રણજીત ટ્રોફી સુધી રમી આવ્‍યા છે. તેઓ સાઉથ, તેલુગુ, હિન્‍દી ફિલ્‍મોમાં પણ અદાકારી કરી ચુકયા છે. હવે ગુજરાતી ફિલ્‍મ ‘ડમરૂ'માં તેમનો કસબ જોવા મળશે. ફિલ્‍મમાં બે ગીતો છે. જેમાંનું ‘ડમરૂ બાજે' ગીત ખુબ ફેમસ થઇ ચુકયુ છે. સૌથી મોટા કહી શકાય તેવા આ એક જ ગીતમાં ૧૪ થી વધુ કલાકારોએ અભિનય આપ્‍યો છે. બીજુ ગીત પણ જમાવટ કરે છે. સંપૂર્ણ ફિલ્‍મનું શુટીંગ અમદાવાદ પાસેના એક રીસોર્ટ અને આસપાસના સ્‍થળો પર  કરાયુ હતુ. ગુજોત્‍સવ પ્રોડકશન અને વ્રજ ફિલ્‍મસ દ્વારા પ્રસ્‍તુત આ ફિલ્‍મના દિગ્‍દર્શક હાર્દિક પરિખ છે. જયારે નિર્માતા રમેશ પ્રજાપતિ, કૃપા સોની, સંજય સોની છે.

ફિલ્‍મમાં નિરાલી ઓઝા અને મૌલિક ચૌહાણ ઉપરાંત સંજય ગોરડીયા, નક્ષરાજ, નિરવ વૈદ્ય, સૌરભ રાજયગુરૂ, હેમાંગ દવે, સંજય ગલસર, મકરંદ શુકલા, ભાર્ગવ પરમાર, વિશાલ વૈશ્‍ય, ઝંખના સતીશ ભટ્ટ સહીતના કલાકારોએ અભિનયના ઓજશ પાથર્યા છે.

ટુંકમાં ફિલ્‍મ ‘ડમરૂ' માત્ર હાસ્‍ય પુરતી સિમિત ન રહેતા સસ્‍પેન્‍સ, લાગણીઓથી મિશ્રિત અને સહપરિવાર સાથે માણી શકાય તેવી બની હોવાનું તેઓએ જણાવ્‍યુ હતુ.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નિરાલી ઓઝા અને મૌલિક ચૌહાણ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(3:31 PM IST)