News of Friday, 25th September 2026
અલ્પેશ દોંગાની મવડી ચોકડીએ આવેલી ઓફિસમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ વ્યાજખોરીને લગતું સાહિત્ય મળતાં ગુનો નોંધવા તજવીજ

રાજકોટ તા. ૨૫: તાજેતરમાં પડધરીના સરપદડ ગામના વેપારી પાસેથી વ્યાજ અને દસ્તાવેજ રદ્દના ૧ કરોડ ૭ લાખ પડાવી લેવા મામલે જેની સામે પડધરી પોલીસમાં ગુનો દાખલ થયો છે તે અલ્પેશ ગોપાલભાઇ દોંગા (રહે. રાજકોટ)ને હાલ પડધરી પોલીસે ગુનામાં અટકાયતમાં લઇ તપાસ હાથ ધરી છે. બીજી તરફ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ સી. બી. જાડેજા અને ટીમે મવડી ચોકડી પાસે આરકે પ્રાઇમ નામના બિલ્ડીંગમાં આવેલી અલ્પેશ દોંગાની બે ઓફિસમાં દરોડો પાડી સર્ચ કર્યુ હતું. વ્યાજખોરીને લગતાં અમુક સાહિત્ય મળી આવતાં આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અલ્પેશ વિરૂધ્ધ અગાઉ પણ છેતરપીંડી સહિતના ગુના નોંધાઇ ચુક્યા છે
(3:35 PM IST)










