News of Sunday, 16th August 2026
ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કરી ગોવર્ધન ચોક પાસેથી બ્રેઝા કારમાંથી દારૂના જથ્થા સાથે અશોકને દબોચ્યો
પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, ચૈતન્ય મંડલિક, જગદીશ બાંગરવા, બી.બી.બસીયા, પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઇ વી.ડી.રાવલીયા, એએસએ સમીરભાઈ શેખ અને ટિમની ટીમે કરી કામગીરી: બીપીન ચાવડાની શોધખોળ: દીપકભાઈ ડાંગર અને મનીષભાઈ ચાવડાની બાતમી

રાજકોટ: શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા ગોવર્ધન ચોક રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરીને એક બ્રેઝા ફોરવ્હીલ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨૪૦ ચપલા કિંમત રૂ. ૪૦,૮૦૦ તથા કાર મળીને કુલ રૂ. ૪,૪૦,૮૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બી.બી.બસીયા નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર, પોલીસ ઇન્સ્પેક્ટર સી.એચ.જાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી.રાવલીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ડી.સી.બી. પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પો.હેડ.કોન્સ. દીપકભાઈ ડાંગર તથા પો.કોન્સ. મનીષભાઈ ચાવડાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ કામગીરી કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી અશોક માધવજીભાઈ ચંદારાણા (ઉં.વ.૫૨, ધંધો-વેપાર, રહે. સેટેલાઇટ બીલ્ડીંગ ફ્લેટ નં-૩૦૧, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ) નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂના આ જથ્થા સાથે સંકળાયેલા અન્ય આરોપી બીપીનભાઈ સોમાભાઈ ચાવડા (રહે. સાધના કોલોની, જામનગર)ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી એન્ટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કીના ૧૨૦ ચપલા, રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કીના ૧૨૦ ચપલા (કુલ ૨૪૦ ચપલા) અને રૂ. ૪,૦૦,૦૦૦ની કિંમતની સફેદ કલરની બ્રેઝા ફોરવ્હીલ કાર (રજી.નંબર-GJ-01-HX-2469) જપ્ત કરી છે. આ અંગે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર, પોલીસ ઇન્સ્પેક્ટર સી.એચ.જાદવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી.રાવલીયા, એ.એસ.આઈ. સમીરભાઈ શેખ, પો.હેડ.કોન્સ. સાગરભાઈ માવદીયા, પો.હેડ.કોન્સ. દીપકભાઈ ડાંગર, પો.હેડ.કોન્સ. મુકેશભાઈ સબાડ, પો.હેડ.કોન્સ. યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ પો.કોન્સ. જીલુભાઈ ગરચર, પો.કોન્સ. મનીષભાઈ ચાવડા અને પો.કોન્સ. અશ્વિનભાઈ પંપાણીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ કરી છે.
(2:59 PM IST)










