News of Monday, 5th October 2026
આવતીકાલથી કોર્ટ કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ
હાઇકોર્ટ સમક્ષ એટર્ની જનરલ કમલભાઈ ત્રિવેદીની ગુજરાત ભાડા વિધેયક અંતર્ગત આપેલ બાહેધરી ધ્યાને લઈ આવતીકાલથી રાબેતા મુજબ કોર્ટ કાર્યવાહી ચાલુ રહેશે

રાજકોટ:બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઠરાવ મુજબ રાજકોટ બાર એસોસિએશન અચોક્કસ મદદ સુધી કોર્ટ કાર્યવાહીથી અડગા રહેવાનું ઠરાવેલ. આજરોજ હાઇકોર્ટ સમક્ષ એટર્ની જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદીની ગુજરાત ભાડા વિધેયક અંતર્ગત આપેલ બાહેધરી ધ્યાને લઈ આવતીકાલથી રાબેતા મુજબ કોર્ટ કાર્યવાહી ચાલુ રહેશે જેની દરેક વકીલ મિત્રોએ નોંધ લેવા શ્રી સુમિત વોરા પ્રમુખ રાજકોટ બાર એસોસિએશન અને શ્રી નિલેશ પટેલ સેક્રેટરી રાજકોટ બાર એસોસીએશને જણાવ્યું છે
(8:20 PM IST)










