<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધઃ બેનરો સાથે પ્રવેશ રોકતા હોબાળો

બોર્ડ પૂર્વે વિપક્ષનો હોબાળોઃ વિજીલન્‍સ અને કોંગી કોર્પોરેટરો વચ્‍ચે ઝપાઝપી : કોંગ્રેસી કોર્પોરેટરોના રામનાથ મહાદેવ મંદિર, આજી રિવરફ્રન્‍ટમાં વિલંબના પ્રશ્નની ચર્ચામાં અધિકારીઓએ સ્‍વિકાર્યુકામગીરી હજુ બાકીઃ સામાન્‍ય સભામાં પણ સરકાર અને તંત્ર સામે આકરા પ્રહારો

 

રાજકોટઃ મ્‍યુનિ કોર્પોરેશનની માસીક સામાન્‍ય સભા બપોરે ૧૧ વાગ્‍યે શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કોર્પોરેટર વિવિધ પોસ્‍ટરો સાથે સભાગૃહમાં પ્રવેશે તે પૂર્વે વિજીલન્‍સ સ્‍ટાફે તેમને રોકતા કોંગી સભ્‍યો અને સ્‍ટાફ વચ્‍ચે ઝપાઝપીના દ્રશ્‍યો મનપા કચેરીના પ્રથમ માળની લોબીમાં જોવા મળ્‍યા હતા. વિજીલન્‍સ પોલીસે આ પોસ્‍ટરો આંચકી લીધા હતા. તે વખતની તસ્‍વીર (તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૨.૧૪)

રાજકોટ, તા. ૨૦: રાજકોટ મહાનગરપાલિકાની નવી શાસક બોડીની પ્રથમ જનરલ બોર્ડ બેઠક પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરોએ મનપા કચેરી ખાતે જોરદાર વિરોધ નોંધાવ્‍યો હતો. રામનાથ મહાદેવ રિવરફ્રન્‍ટ યોજનામાં થયેલા વિલંબ, જંગલેશ્વર વિસ્‍તારમાં થયેલા ડિમોલીશન ખર્ચ અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના સભ્‍યો બેનરો સાથે બોર્ડરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા વિજિલન્‍સ ટીમે તેમને મુખ્‍ય દરવાજા પર જ અટકાવ્‍યા હતા. જેના કારણે બંને પક્ષ વચ્‍ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કીના દૃશ્‍યો સર્જાયા હતા.

કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીનાં રામનાથ મહાદેવ મંદિર, આજી રિવરફ્રન્‍ટ પ્રોજેક્‍ટ છેલ્લા દસ વર્ષથી દર વર્ષે બજેટમાં સમાવાતો હોવા છતાં હજુ સુધી પૂર્ણ થયો નથી. શરૂઆતમાં ઇન્‍ટરસેપ્‍ટર કુંડીઓનું કામ કરાયું હોવા છતાં હાલ એક પણ કુંડી સ્‍થળ પર દેખાતી નથી. પુલથી રામનાથ મહાદેવ મંદિર અને કેસરિયા પુલ સુધીના વિકાસ કામો કેમ અટકી ગયા તેમજ અગાઉ થયેલા કરોડોના ખર્ચની જવાબદારી કોની છે તેવા સવાલો તેમણે ઉઠાવ્‍યા હતા.

આ અંગે સવાલના ઉતર આપતા જણાવ્‍યુ છે કે, આજી રીવરફ્રન્‍ટ પ્રોજેકટનું કામ પ્રાથમિક તબક્કે છે એટલે કે હજુ કામ બાકી છે તેમ સ્‍વિકાર્યું હતું.

કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દિપ્તિબેન સોલંકીએ જંગલેશ્વર વિસ્‍તારમાં ડિમોલીશન દરમિયાન થયેલા ખર્ચના બિલોમાં ગેરરીતિનો આક્ષેપ કરતાં જણાવ્‍યું હતું કે સામાન્‍ય મંડપના ભાડા કરતાં અનેકગણું વધુ ભાડું દર્શાવી બિલો રજૂ કરવામાં આવ્‍યા છે. સમગ્ર ખર્ચની નિષ્‍પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી હતી.

બાદમાં સામાન્‍ય સભામાં પણ કોંગ્રેસના કોર્પોરેટરોએ આજી રિવરફ્રન્‍ટ, જંગલેશ્વર ડિમોલીશન, રેટ કોન્‍ટ્રાક્‍ટ, ભંગાર વેચાણ અને પ્રિ-મોન્‍સૂન કામગીરી સહિતના મુદ્દાઓ પર શાસક પક્ષ અને તંત્રને આકરા સવાલો પૂછતાં બેઠક દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો.(૨

(3:11 PM IST)