તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Sunday, 26th April 2026
રાજકોટના પરિમલ સ્કૂલ પર આચારસંહિતા ભંગનો કોંગ્રેસનો આશ્ક્ષેપ: સ્ટાફ ભાજપનાં ઈશારે કામ કરતો હોવાની કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવાની રજૂઆત

રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર આવેલી પરિમલ સ્કૂલના મતદાન મથક પર આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના વોર્ડ-8નાં ઉમેદવાર રણજીત મુંધવાએ ભારતીય જનતા પક્ષ ઉપર ગંભીર આક્ષેપો કરીને વાતાવરણ તંગ કરી દીધું હતું. મુંધવાએ આક્ષેપ કર્યો હતો કે મતદાન મથકની અંદર ભાજપના ઉમેદવારોના નામ અને પ્રતીક વાળી કાપલીઓ પહોંચાડવામાં આવી રહી હતી, જે ચૂંટણી પંચની આચારસંહિતાનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. લોકશાહીના પર્વમાં પારદર્શિતા જળવાવી જોઈએ તેના બદલે અહીં સત્તાધારી પક્ષ દ્વારા પ્રચારના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી.
(12:42 PM IST)










