News of Thursday, 21st May 2026
કલેકટર દ્વારા ‘કરકસર' શરૂ : R.O. સહિત તમામ મીટીંગ ઓનલાઇનઃ સરકારના નિયમોની અમલવારી

રાજકોટ, તા.૨૧: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈંધણની બચત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, હવેથી તમામ સરકારી વિભાગોની બેઠકો મહદ અંશે ઓનલાઇન માધ્યમથી યોજવામાં આવશે.
કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, પેટ્રોલ બચાવવા અને કરકસર કરવા માટેના સરકારી નિર્દેશોના અમલીકરણના ભાગરૂપે તમામ ફિલ્ડ ઓફિસર્સને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે. પરંપરાગત રીતે અધિકારીઓને બેઠક માટે રૂબરૂ બોલાવવાની પ્રથાને બદલે હવે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે. જે કામોમાં રૂબરૂ હાજરી અનિવાર્ય નથી, ત્યાં તમામ સરકારી વિભાગો હવે ઓનલાઇન મીટિંગ્સનું આયોજન કરશે.
(2:30 PM IST)










