<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

‘સે નો ટુ ડ્રગ્‍સ'થીમ સાથે શહેર પોલીસે કર્યુ વોકેથોનનું આયોજનઃ યુવાનોને ડ્રગ્‍સના દૂષણથી દૂર રહેવા અપીલ

એન્‍ટી નાર્કોટિક્‍સ વિંગ, એસઓજી અને રાજકોટ પોલીસ દ્વારા જાગળતિ માટે વિશેષ આયોજનઃ પોલીસ તેમજ નગરજનો જોડાયા

રાજકોટઃ શહેર પોલીસ, એન્‍ટી નાર્કોટિક્‍સ વિંગ અને સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપ  દ્વારા નશાબંધી અંગે વિશિષ્ટ જાગળતિ ફેલાવવાના હેતુથી ‘વોકેથોન' નું  આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વોકેથોનનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સે નો ટુ ડ્રગ્‍સની થીમ હેઠળ સમાજ અને ખાસ કરીને યુવાવર્ગને ડ્રગ્‍સના દૂષણથી મુક્‍ત કરવાનો છે.

કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ર જોઈન્‍ટ કમિશનર ઓફ પોલીસ  ચૈતન્‍ય મંડલીકે આયોજન અંગે વિગતો આપતા જણાવ્‍યું હતું કે એન્‍ટી નાર્કોટિક્‍સ વિંગ, એસઓજી અને રાજકોટ પોલીસ દ્વારા ‘સે નો ટુ ડ્રગ્‍સ' થીમ પર વોકેથોનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ માધ્‍યમથી અમે લોકોને અને ખાસ કરીને યુવાવર્ગને અપીલ કરીએ છીએ કે ડ્રગ્‍સ તથા નશાકારક પદાર્થોથી હંમેશા દૂર રહો. રમતો અને વિવિધ સ્‍પોર્ટ્‍સ પ્રવળત્તિઓમાં વધુને વધુ ભાગ લો તથા સ્‍વસ્‍થ, મસ્‍ત અને તંદુરસ્‍ત રહો. રાજકોટ પોલીસ દ્વારા યોજાયેલ આ વોકેથોનમાં મોટી સંખ્‍યામાં લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અને ‘નશામુક્‍ત સમાજ' ના નિર્માણ માટે સંકલ્‍પ લીધો હતો. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:12 PM IST)