<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

વાડોદરથી રાજકોટ ભત્રીજાની સગાઇમાં આવેલા ચંદ્રકાંતભાઇ ઠેસીયાનું બેભાન થયા બાદ મોત

થોડા દિવસ પછી લગ્ન હોઇ અહિ રોકાયા હતાં: સવારે એકાએક ઢળી પડયાઃ ઓમનગરમાં બનાવઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૪: ધોરાજીથી રાજકોટ ભત્રીજાના સગાઇ-લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલા પ્રોૈઢનું બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ધોરાજીના વાડોદર ગામે બસ સ્‍ટેશનની સામે રહેતાં ચંદ્રકાંતભાઇ રમણિકભાઇ ઠેસીયા (ઉ.વ.૫૪) રાજકોટ ઓમનગર ૪૦ ફુટ રોડ પર અક્ષર હાઇટ્‍સમાં રહેતાં પોતાના મોટા ભાઇ સંજયભાઇના ઘરે સવારે બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ચંદ્રકાંતભાઇના ભત્રીજાની ત્રણ દિવસ પહેલા સગાઇ હોઇ તેઓ પરિવાર સાથે હાજરી આપવા આવ્‍યા હતાં. આગામી આઠ દિવસ પછી લગ્ન યોજાયા હોઇ જેથી અહિ તેઓ રોકાયા હતાં. સવારે એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં અને ચાર ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે

(3:17 PM IST)