News of Tuesday, 28th July 2026
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બ્રજેશ ઝા ના હસ્તે રાઈફલ શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન

રાજકોટઃ પેલિકન રોટોફલેક્સ પ્રા. લિ.- બાવળા મુકામે ડાયરેક્ટરો વાસુ શ્રીમાંકર, યશ શ્રીમાંકર અને અહેસાસ ટ્રસ્ટના કૌશિકભાઈ સોલંકી અને નિヘલ સંઘવી તથા પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન રાકેશ દેસાઈએ પોલીસ કર્મચારીઓની નિશાનબાજીની કુશળતા અને ઓપરેશનલ તૈયારીઓને વધુ મજબૂત બનાવે તેવી સમર્પિત શૂટિંગ તાલીમ સુવિધા વિકસાવવાનો વિચાર રજૂ કર્યો હોવાનું યાદીમાં જણાવાયું છે. આ બેઠક બાદ પ્રતિનિધિમંડળે હાલની માળખાગત સુવિધાઓ અને ભવિષ્યની વિકાસ યોજનાઓને સમજવા માટે પોલીસ મુખ્યાલયની મુલાકાત દરમિયાન ફૂટબોલ ગ્રાઉન્ડ, જિમ્નેશિયમ અને નિર્માણાધીન બેડમિન્ટન કોર્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના હસ્તે, પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં શૂટિંગ તાલીમ ખંડનું સત્તાવાર ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પેલિકન રોટોફલેક્સ પ્રા. લિ.ના પ્રતિનિધિઓને પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ, જગદીશ બંગારાવા અને માંડલિક સાથે મંચ પર આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ હેડક્વાટરમાં શરુ થનાર આ અદ્યતન સ્પોર્ટ્સ સેન્ટર્સ માં રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી હરપાલસિંહ જાડેજા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી મુનાફ પઠાણનો પસહયોગ પ્રાપ્ત થયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે
(3:34 PM IST)










