તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
નામો પસંદ કરવામાં ભાજપનું ‘હોમવર્ક' અધૂરૂં
શિક્ષણ સમિતિની રચના પહેલાં જ બે નામોના છબરડા આવ્યા સામે

રાજકોટ, તા. ૧ર : રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્યોનાં નામોની પસંદગી કરતાં પહેલાં ભાજપે શૈક્ષણિક લાયકાતની પૂરતી ખરાઈ નહીં કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પક્ષે તાાતક સુધીનો અભ્યાસ ધરાવતા આગેવાનો અને કાર્યકરોને જ શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાની ગાઇડલાઇન નક્કી કરી હતી, પરંતુ જાહેર કરાયેલાં નામોમાં જ બે સભ્યો આ માપદંડમાં બંધબેસતા નહીં હોવાનું સામે આવ્યું છે.
પ્રથમ છબરડો ચૂંટાયેલા એક મહિલા સભ્ય કલ્પનાબેન કિયાડાના નામને લઈને સામે આવ્યો હતો. તેઓ તાાતક નહીં હોવાનું જાણવા મળ્યું, પરંતુ ચૂંટાયેલા જાહેર થઈ ચૂકયાં હોવાથી હવે તેમનું સભ્યપદ રદ કરવામાં આવે તો નવેસરથી ચૂંટણી યોજવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ મુદ્દે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી અને સમગ્ર મામલો પ્રદેશ નેતાગીરી સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.
આ ગૂંચવણનો ઉકેલ આવે તે પહેલાં જ સરકાર નિયુક્ત એક સભ્ય સ્નાતક નહીં હોવાનો બીજો છબરડો બહાર આવ્યો છે. તેમનું નામ હજુ ગેઝેટમાં પ્રસિદ્ધ થયું નહીં હોવાથી નામ રદ કરીને તેના સ્થાને અન્ય વરિષ્ઠ આગેવાન કે કાર્યકરને તક આપવાનું પક્ષ માટે પ્રમાણમાં સરળ હોવાનું મનાય છે.
જોકે, એક જ પ્રકારની શૈક્ષણિક લાયકાત ધરાવતા ચૂંટાયેલા સભ્યને યથાવત્ રાખવામાં આવે અને સરકાર નિયુક્ત સભ્યનું નામ રદ કરવામાં આવે તો પક્ષની નિર્ણયપ્રક્રિયા સામે સવાલ ઉભા થઈ શકે છે. તેથી હવે ભાજપ પોતાની ગાઇડલાઇનને વળગી રહેશે કે બંને સભ્યો માટે અલગ-અલગ માપદંડ અપનાવશે તેના પર સૌની નજર મંડાઈ છે.










