<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

કારકિર્દીની રંગોળીને સેવાના રંગોથી સજાવનારા પ્રદીપ ડવનો જન્‍મદિન

જીવનના નૂતન વર્ષને વધાવવા હૈયાના દ્વારે હરખના દીવા

રાજકોટ : રાજકોટના પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવનો આજે તા. ૩ નવેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૪૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

પ્રદીપ ડવએ  ભાજપના ગુજરાત પ્રદેશ યુવા મોરચામાં કારોબારી સભ્‍ય તરીકે તથા રાજકોટ શહેર યુવા ભાજપમાં બે ટર્મ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે. ત્‍યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧૨માંથી ભાજપના ઉમેદવાર તરીકે ઝંપલાવી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.

ખાસ કરીને પ્રથમ ટર્મ બાદ બીજી ટર્મમાં પણ વોર્ડ નં. ૧૨માંથી ચૂંટણી મેદાનમાં ઊતરી સારી લીડ સાથે વિજય મેળવી ફરી કોર્પોરેટર બન્‍યા હતા. સતત બીજી વખત મળેલા જનાદેશ સાથે તેમણે સ્‍થાનિક સ્‍તરે પોતાની રાજકીય સફર આગળ ધપાવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકેની જવાબદારી પણ તેમણે સંભાળી છે. જાહેર જીવનમાં સક્રિય પ્રદીપ ડવ વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાકીય પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા છે.

B.Com., LL.B., B.J.M.C., M.Com., M.S.W. અને  Ph.D. સહિતની ઉચ્‍ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ડો. પ્રદીપ ડવ રાજકીય ક્ષેત્રની સાથે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે.

આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે રાજકીય અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, મિત્રો, શુભેચ્‍છકો અને સામાજિક સંસ્‍થાઓ દ્વારા શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે. (મો.નં. ૯૯ર૪૮ ૦૦૦૦૧)

(3:45 PM IST)