News of Monday, 2nd November 2026
ભાવનગર-ઘોઘા માલપરના બીજલભાઇ સોલંકીનો કાગદડી પાસે મૃતદેહ મળ્યો
૭૪ વર્ષિય વૃધ્ધ ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતાં હોઇ ૨૭મીએ રાજકોટ આવ્યા બાદ ગૂમ થયા હતાં: કુવાડવા પોલીસ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૨: રાજકોટ-મોરબી હાઇવે પર કાગદડીના પાટીયા પાસે ભાવનગરના માલપર ગામના વૃધ્ધ બેભાન થતઇ જતાં મોત થયું છે. ટ્રકના ક્લીનર તરીકે તેઓ કામ કરતાં હોઇ તેઓ પાંચ દિવસ પહેલા મોરબી રોડ કાગદડી પાસે આવ્યા બાદ ત્યાંથી ગૂમ થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ ભાવનગરના ઘાઘા તાબેના માલપર ગામે રહેતાં બીજલભાઇ નાનજીભાઇ સોલંકી (ઉ.વ.૭૪) નામના વૃધ્ધ ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતાં હોઇ તા. ૨૭/૧૦ના રોજ રાજકોટ આવ્યા હતાં. અહિ મોરબી હાઇવે પર કાગદડીના પાટીયા પાસેથી તે ગૂમ થઇ જતાં કુવાડવા પોલીસમાં ગૂમ થયાની નોંધ કરાવાઇ હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી એ દરમિયાન તેઓ કાગદડી પાટીયે માધવ હોટલ પાસેથી બેભાન મળી આવ્યા હતાં. ૧૦૮ બોલાવાતાં તેમને મૃત જાહેર કરવામાં આવતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ દિકરા છે, પોતે એક બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. બિમારીથી મૃત્યુ થયું કે હાર્ટએટેક આવ્યો? તે જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(3:38 PM IST)










