તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 3rd October 2026
સાવધાન! સબમર્શીબલ પંપના વેપારી સંજયભાઇનો ફોન હેક કરી ૨.૨૧ લાખની ઠગાઇ
ફોનમાં અજાણી ફાઇલ મોકલી ફોન હેક કર્યો, એપીકે ફાઇલથી સ્ક્રીન મીરર કરી ફોનનું એકસેસ મેળવી સાયબર ગઠીયાનો હાથફેરોઃ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ

રાજકોટ, તા.૩: હરીધવા રોડ પર સુભાષનગરમાં શેરી નં.૪/૫ના ખુણે રહેતા અને ગોંડલ ચોકડી સાંઢીયા પુલ પાસે રિલેક્ષ પંપ ઇન્ડસ્ટ્રીઝનામે સબમર્શીબલ પંપનો વેપાર કરતા સંજયભાઇ પાંચાભાઇ ડાભી (ઉ.વ.૪૪)નો ફોન ગમે તે રીતે હેક કરી સાયબર ગઠીયાઓએ તેના ખાતામાંથી રૂા. ૨.૨૧ લાખ ટ્રાન્સફર કરી લઇ છેતરપીંડી કર્યાની ભકિતનગર પોલીસમાં મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
ભકિતનગર પોલીસના એએસઆઇ એચ.કે. માવદીયાએ આ મામલે સંજયભાઇની ફરીયાદ પરથી જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે તે ખાતા ધારકો અને ફોન હેડ કરનાર અને ગુના સાથે સંકળાયેલા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો સંજયભાઇએ પોલીસને જણાવ્યું કે, તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે ગઇ તા.૨૩ના બપોરે ઘરે હતા ત્યારે તેની બેંકમાંથી મેસેજ આવ્યો હતો. જે ૯૯,૯૯૯ રૂપીયા ઉપડીગયા નો મેસેજ હતો. જેથી વેરીફાઇ કરવા બેંકની એપ બેલેન્સ ચેક કરવા માટે ખોલીને જોતા ફોન હેક થઇ ગયો હતો અને ફોનની સ્ક્રીન પર સ્ક્રીન મીટર ગુગલ આઇપીટીવી નામની એરર આવી હતી. તેમજ બેંક એપ ખુલી ન હતી જેથી તે તેના સગા નાનાાભાઇ વિજયભાઇની દુકાને જતા તેના ભાઇએ એપ્લીકેશન ડીલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડિલીટ ન થતા ફોન સેઇફ મોડમાં ચાલુ કરી એપ ડિલીટ કરી હતી. ત્યારબાદ ફોન રીસ્ટાર્ટ કર્યો હતો.
ત્યારબાદ બેંકમાં જઇ તપાસ કરતા તા.૨૩ના અલગ અલગ ચાર ટ્રાન્ઝેકશન દ્વારા કુલ રૂા. ૨,૨૧, ૭૮૮ રૂપિયા કપાઇ જતા બેંકમાં જઇ માહિતી લઇ ઓનલાઇન ટ્રાન્ઝેકશન બંધ કરાવી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી. જેથી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી. જેથી સાયબર ગઠીયાઓએ તેના ફોન પર અજાણી ફાઇલ મોકલી તેના દ્વારા ફોન હેક કરી એપીકે ફાઇલ દ્વારા ફોનનું સ્ક્રીન મીટર કહી ફોનનું રીમોટ એકસેસ મેળવી રૂા. ૨.૨૧ લાખની ઠગાઇ કરતા ફરીયાદ નોંધાવી હતી. ભકિતનગર જે.ડી. પરમારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
(3:17 PM IST)










