<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

જનપ્રતિનિધિ તરીકે લોકોની વચ્‍ચે રહી તેમની સમસ્‍યાઓનું સમાધાન કરવું એ લોકસેવાનું મહત્‍વપૂર્ણ પાસું : જીતુભાઈ વાઘાણી

જનસેવા, જનકલ્‍યાણ અને જનવિશ્વાસનું કેન્‍દ્ર : જીતુભાઈએ ઉદયભાઈના જનસેવા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધી

રાજકોટ : રાજ્‍યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ શહેરના પેડક રોડ ખાતે આવેલા ધારાસભ્‍ય શ્રી ઉદયભાઈ કાનગડના જનસેવા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ કેબિનેટ મંત્રીશ્રીનું ઉષ્‍માસભર સ્‍વાગત કર્યું હતું.

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ જનસેવા કાર્યાલય ખાતે ચાલતી વિવિધ સેવાકીય પ્રવળત્તિઓની કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને કેવી રીતે મળે છે, જરૂરિયાતમંદ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે કેવી કામગીરી કરવામાં આવે છે તેની વિસ્‍તળત જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે શ્રી વાઘાણીએ જણાવ્‍યું હતું કે, ‘‘વિધાનસભા-૬૮ જનસેવા કાર્યાલય ખાતે લોકોની સેવા માટે કરવામાં આવતી કામગીરી જોઈને આનંદ થયો છે. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ અને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ધારાસભ્‍ય શ્રી ઉદયભાઈ કાનગડ અને તેમની ટીમ સારી કામગીરી કરી રહી છે. જનપ્રતિનિધિ તરીકે લોકોની વચ્‍ચે રહી તેમની સમસ્‍યાઓનું સમાધાન કરવું અને પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીને સરકારી યોજનાઓનો લાભ અપાવવો અને કેન્‍દ્ર અને રાજ્‍ય ની ભાજપ સરકારની વિવિધ લોકહિતકારી અને લોકકલ્‍યાણકરી યોજનાઑ ની માહિતી પહોંચાડવી એ સાચી જનસેવા છે.''

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મેયર ડો. નેહલ શુક્‍લ, શહેર ભાજપ મહામંત્રી શ્રી વલ્લભ દૂધાત્રા, પૂર્વ શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિન મોલીયા, શ્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ રસિલાબેન સાકરીયા, સ્‍મિતાબેન ગોહેલ, સંજય ચાવડા, વોર્ડ પ્રમુખ પરેશ લીંબાશીયા, વોર્ડ પ્રભારી રસિકભાઈ પટેલ, વોર્ડ મહામંત્રી દિનેશભાઈ ડાંગર, જીલાભાઈ સૂસરા, નાગજી રાદડિયા સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હોવાનું શ્રી કાનગડના પીએ શ્રી મનસુખભાઇ પીપળીયાની યાદીમાં જણાવાયું છે.

(2:13 PM IST)