News of Thursday, 4th June 2026
બાગેશ્વર ધામની સનાતન સેતુ હનુમંત કથામાં ભક્તોની સેવા-સુરક્ષા માટે બજરંગ દળ મેદાને
બજરંગ દળના ૨૦૦ કાર્યકર્તાઓ ત્રણેય દિવસ કથા દરમિયાન સેવા, સુરક્ષા અને સંસ્કારનું ઉદાહરણ પૂરૂં પાડશે

રાજકોટઃ આવતી કાલથી ત્રણ દિવસ ૫, ૬ અને ૭ જૂને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કળષ્ણ શાષાીજીના મુખેથી સનાતન સેતુ હનુમંત કથાનું પઠન થવાનું છે. આ ધાર્મિક ઉત્સવમાં રાજકોટના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો હજારોની સંખ્યામાં હનુમંત કથાનું શ્રવણ અને રસપાન કરવા માટે ઉમટી પડશે તેવો અંદાજ છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સુચારું આયોજન અને સંચાલનની જવાબદારી લેવામાં આવી છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ ના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ખંભાયતા દ્વારા આ ધાર્મિક ઉત્સવના ભવ્ય આયોજનમાં કોઈ કસર બાકી નહીં રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
દરમિયાન સનાતન સેતુ હનુમંત કથામાં સેવા આપવા માટે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા છે. આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની સેવા જેમ કે બેઠક વ્યવસ્થા, ર્પાકિંગ વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, ખોયા પાયા વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, આવક જાવક વ્યવસ્થા ઉપરાંત સુચારુ આયોજન, સંચાલન અને વ્યવસ્થા માટે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ્યાં પણ જરૂર હોય ત્યાં રાજકોટના બજરંગ દળના યુવાનો સેવા આપવા માટે તત્પર રહેશે તેવી વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરના અધ્યક્ષ શ્રી વનરાજભાઈ ગરૈયા એ ખાતરી આપી છે?
વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના મંત્રી શ્રી ક્રુણાલભાઇ વ્યાસે જણાવ્યું હતું કે બજરંગ દળના યુવાનો ૧૦ - ૧૦ કાર્યકર્તાઓની ટૂકડીઓ બનાવીને અલગ અલગ વ્યવસ્થાઓનો કાર્યભાર સંભાળશે તથા કથા સાંભળવા આવનાર ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એના માટે સેવા આપશે ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના સહમંત્રી શ્રી પોલીસ પ્રશાસન સાથે સંકલન કરીને ભક્તજનોની સુરક્ષા માટે પણ જરૂરી તમામ વ્યવસ્થા સંભાળશે. પરેશભાઇ રુપારેલીયાએ જણાવ્યું હતું,કે બજરંગ દળના હેતુ કે બજરંગ દળના આગેવાનો પોલીસ પ્રશાસન સાથે સંકલન કરીને ભક્તજનોની સુરક્ષા માટે પણ જરૂરી તમામ વ્યવસ્થા સંભાળશે.
બજરંગ દળ રાજકોટના આગેવાનો રવિન્દ્રભાઈ બળગુજર, જીતુભાઈ કેસુર, હર્ષ મુંથરેજા, વિનીત જયસ્વાલ, હેનીલસિંહ પરમાર, સંજયરાજ સોલંકી વગેરે એ જણાવ્યું હતું કે બજરંગ દળના તમામ યુવાનો વીર મહાબલિ શ્રી હનુમાનજી મહારાજના ઉપાસક છે, હિન્દુ રાષ્ટ્ર અને અખંડ ભારત અમારો સંકલ્પ છે, આ ધાર્મિક કાર્યક્રમમાં અમારો ભાવ સેવાનો છે પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ જો કોઈપણ વ્યક્તિ આ હનુમંત કથાના આયોજનમાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો અમારા યુવાનો કાયદાની સીમામાં રહીને આવા તત્વોનો સામનો કરવા માટે તૈયાર રહેશે.
આ ઉપરાંત અલગ અલગ સેવા કાર્યોમાં અનેક બજરંગી યુવાનો જોડાશે. જેમાં રાજુભાઈ ઉમરાણીયા, કૌશિકભાઈ સરધારા, નવીન વાઘેલા, ભાવેશભાઈ લાઠીયા, ધનરાજ રાઘાણી, અલ્પેશ નાંઠા, સુરેશભાઈ પાટીલ, લલિત ગોહેલ, ધર્મેશ ગોહેલ, અનંતભાઈ નેનુજી, દિનેશભાઈ ચારણીયા, મૌલિક દાવડા, કુલદીપ વિસાણી, જયદીપ વિસપરા, ડો. હિરેન વિસાણી, પંકજભાઈ તાવ્યા, દિલીપભાઈ દવે, ધ્વનિત સરવૈયા, ડો. રવિ પાટડીયા, સચિનભાઈ સોલંકી, ધર્મેશભાઈ ખેરડીયા, હર્ષ રાવલ, રાજુ રાજપુત, જીતેન્દ્ર વેગડા ઉપરાંત અનેક કાર્યકર્તાઓ સેવા આપશે. તેમ વિશ્વ હિન્દુ પરિષદ, જિલ્લા મંત્રી વિનય કારીયાની યાદી જણાવે છે.
(3:34 PM IST)










