News of Friday, 11th September 2026
નાકરાવાડી અને બેડીનાકાના રામદેવજી મંદિરે રવિવારે બાબારામદેવજી પ્રગટદિન ઉજવાશે

રાજકોટ તા. ૧૧ : બાબારામદેવજી પ્રગટ દિવસ નિમિતે નવા શનિરાધામ આશ્રમ, સાત હનુમાન પાછળ, સોખડા ચોકડી, નાકરાવાડી ખાતે તેમજ બેડીનાકા બહાર, કપીલા હનુમાન માર્ગ, આજીના કાંઠે ધર્મોત્સવનું આયોજન કરાયુ છે.
મહંતશ્રી માલાદાસ બાપુ ગુરૂ શ્રી પૂર્ણદાસબાપુ દ્વારા આયોજીત આ મહોત્સવમાં તા. ૧૩ ના રવિવારે સવારે ૧૧.૪૫ વાગ્યે ધ્વજા રોહણ, બપોરે ૧૨ કલાકે વિશેષ આરતી અને બપોરે ૧૨.૩૦ કલાકે થાળ ધરાવવામાં આવશે. તેમજ બાળકો માટે બટુક ભોજન અને સંત ભકતો માટે પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. રાત્રે ૯.૩૦ વાગ્યે સંતવાણીમાં નામી અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે. સિધ્ધેશ્વર મહિલા ધૂન મંડળ ધૂન કરાવશે.
દરમિયાન નવા શનિરામધામ આશ્રમ ખાતે તા.૧૩ના રવિવારે રાત્રે ૮ વાગ્યાથી રામામંડળ રાખેલ છે. જેમાં નવા રણુજા રામા મંડળ ભાગ લેશે.
ધર્મપ્રેમીજનોએ આ ધર્મોત્સવમાં પધારવા મહંતશ્રી માલાદાસબાપુ (મો.૯૯૭૯૦ ૮૪૧૩૯) દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
(તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:42 PM IST)










