તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Wednesday, 9th September 2026
ગોંડલ હાઇવે પરથી ચોરાઉ બાઇક ફેરવતો અશોક ગોંડલીયા પકડાયો
આજીડેમ પોલીસના પીઆઇ એચ.એન.પટેલની ટીમના હેડ કોન્સ. કુલદીપસિંહ જાડેજા અને ચંદ્રપાલભાઇ પ્રતાપભાઇની બાતમી

રાજકોટઃ તા.૯, રાજકોટ-ગોંડલ હાઇવે પરથી આજીડેમ પોલીસે ચોરાઉ એકટીવા સાથે લોધીકાના પાયડી ગામના શખ્સને પકડી લઇ રૂા.રપ હજારનું એકટીવા કબ્જે કરી પુછતાછ શરૂ કરી છે.
રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલી શિવ હોટલ પાસેથી આજીડેમ પોલીસે બાતમીના આધારે અશોક શાંતિદાસ ગોંડલીયા (ઉ.વ.૪પ, રહે. પાયડીગામ, સત્યમ સોસાયટી તા. લોધીકા)ને એકટીવા સાથે પકડી લીધો હતો. તપાસ કરતા ચોરાઉ હોવાનું ખુલતા પોલીસે રૂા.રપ હજારનું સ્કુટર કબ્જે કરી તેની પુછતાછ શરૂ કરી છે. આ કામગીરી પો. કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસપી વી.બી. જાડેજાની સુચનાથી આજીડેમ પોલીસના પીઆઇ એચ.એન.પટેલની રાહબારીમાં પીએસઆઇ વી.જી. ડોડીયા, હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ ચિરોડીયા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, હિતેષભાઇ અગ્રાવત, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, મનિષભાઇ શિરોડીયા, કુલદીપસિંહ જાડેજા, ચંદ્રપાલભાઇ પ્રતાપભાઇ અને પ્રતિકભાઇ બોરસદીયાએ કરી હતી.
(3:53 PM IST)










