News of Tuesday, 30th June 2026
ગોવાથી ટ્રકમાં ચોરખાનામાં છુપાવી દારૂ ભરીને આવેલો આશિષ પકડાયો
માલિયાસણથી કાળીપાટ જવાના રસ્તે ચોકડી પાસે પીસીબીનો દરોડો : કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, યુવરાજસિંહની બાતમીઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૩૦: શહેર પીસીબીની ટીમે દારૂની વધુ એક હેરાફેરી નિષ્ફળ બનાવી હતી. ગોવાથી ટ્રકમાં ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવીને આવેલા શખ્સને માલિયાસણ નજીક પકડી લીધો હતો.
પીસીબીની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોનસ. કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, કોન્સ. યુવરાજસિંહ રાણાને બાતમી મળતાં નવા ૧૫૦ રીંગ રોડ માલિયાસણ તરફથી કાળીપાટ ચોકડીના રસ્તે ગ્રીન ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક વોચ રાખી જીજે૨૭ટીડી-૭૩૧૧ નંબરનો ટ્રક આંતરી લેવાયો હતો. જેમાં તપાસ કરતાં ઠાઠુ ખાલી હતુ. પણ પોલીસને પાક્કી બાતમી હોઇ તપાસ કરતાં ડીઝલ ટેન્કની બાજુમાં વધારાની એક ડીઝલ ટેન્ક જોવા મળી હતી. આ ટેન્કમાં ખાનુ બનાવી ચોરખાનુ ઉભુ કરાયું હતું.
જેમાં તપાસ કરતાં અલગ અલગ બ્ર)ન્ડનો રૂા. ૧,૫૩,૨૬૪નો ૩૭૨ બોટલ દારૂ મળતાં તે તથા ૧૦ લાખનો ટ્રક કબ્જે કરી ચાલક આશિષ રમણીકભાઇ હીંગરાજીયા (ઉ.વ.૪૩-રહે. ભવ્ય એપાર્ટમેન્ટ એ-વીંગ, ચોથો માળ બ્લોક નં. ૪૦૧, ગોંડલ રોડ)ને પકડી લીધો હતો. પોતે ટ્રકમાં માલ ભરી ખાલી કરવા ગોવા ગયો હોઇ વળતાં દારૂ ભરી લાવ્યાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિકની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા અને ટીમના મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, કિરતસિંહ, વિરેન્દ્રસિંહ, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ, વિજયભાઇ, હિરેનભાઇ, ઉમેશભાઇ, દિલીપભાઇ, રાહુલગીરી, નગીનભાઇ, દેવરાજભાઇ, વાલજીભાઇ, હિરેન્દ્રસિંહ, જયેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.
(3:43 PM IST)










