News of Tuesday, 14th July 2026
અષાઢીબીજે એસજીવીપી વાવડી ગુરુકુળથી મવડી સુધી નીકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે યોજાશે દિવ્ય શોભાયાત્રા

રાજકોટઃ ભક્તિ, સંસ્કાર અને શિક્ષણના ત્રિવેણી સંગમ સમાન એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રીબડા દ્વારા અષાઢી બીજના પરમ પવિત્ર અવસરે નગરચર્યાએ નીકળતા ભગવાન જગન્નાથજીની એક અતિ ભવ્ય અને લોકઆકર્ષક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો ઉત્સવ રજત કણ સમાન સવિશેષ છે, કારણ કે ગુરુકુલના આદ્ય સંસ્થાપક ગુરુદેવ શાષાીજી મહારાજ પરમ પૂજ્ય શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧૨૫ માં જન્મદિન મહોત્સવ નિમિત્તે રથયાત્રાની સાથે એક અતિ દિવ્ય અને નયનરમ્ય શોભાયાત્રા પણ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેમનગર ગુરુકુલ ખાતે છેલ્લા ૨૦ વર્ષથી ગુરુવર્ય પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પૂજ્ય માતળવાત્સલ્ય પુરાણી શ્રી બાલકળષ્ણદાસજી સ્વામીના દિવ્ય સાનિધ્યમાં સંતો અને હજારો ભક્તોની ઉપસ્થિતિમાં આ રથયાત્રા દબદબાભેર ઉજવવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદ ધર્મજાગરણ સમન્વય, સનાતન ધર્મ સંકલન સમિતિ, હિન્દુ જાગરણ મંચ, શ્રી સ્વામિનારાયણ મંદિર - એસજીવીપી મવડી, શ્રી મુખ્ય મંદિર -રાજકોટ, ખોડલધામ શિક્ષણ પાંખ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા ભારત વિકાસ પરિષદનો સહયોગ મળી રહ્યાનુંજણાવાયું છે.
રથયાત્રા સુપેરે અને અતિ સુંદર રીતે ઉજવાય તે માટે મુખ્ય આયોજક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ સ્થાને પૂજ્ય શાષાી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી (સંચાલક, એસજીવીપી ગુરુકુળ રીબડા) અને કન્વીનર તરીકે રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) તથા સહ કન્વીનર તરીકે કમલેશભાઈ દવે સેવા આપી રહ્યા છે. આ મુખ્ય આયોજક કમિટીમાં સર્વશ્રી પરષોત્તમભાઇ બોડા, દશરથસિંહ જાડેજા, યોગેશભાઇ વઘાસીયા, નરેશભાઇ પટેલ, જીગ્નેશભાઇ ઠક્કર, વિનુભાઇ કોરાટ, આશિષભાઇ વેકરીયા, પ્રકાશભઇ ભાલાળા, દિલીપભાઈ મુગળા છે તથા મુખ્યરથ તથા શોભાયાત્રાની પૂર્વ તૈયારીમાં યુવા ટીમમાં પાર્થભાઇ દોમડિયા, મિલનભાઇ ગધેથરીયા, તથા કેવલભાઇ લાખાણી, કેવીનભાઇ ના વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. મુખ્ય સમિતિના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના સુચારુ સંચાલન માટે અન્ય ૨૦ જેટલી પેટા કમિટીઓ અને કાનાભાઈ કોરાટ અને અજયસિંહ જાડેજાની આગેવાનીમાં વાવડી ગામની યુવા ટીમ ખડેપગે રહીને તનતોડ મહેનત અને સેવા આપી રહ્યા છે.
આ અલૌકિક રથયાત્રા અષાઢી બીજના પાવન દિવસે બપોરે ૩:૩૦ વાગ્યે એસજીવીપી વાવડી ગુરુકુલ ખાતેથી પ્રચંડ જયઘોષ, શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરશે. એની પહેલા ૨.૪૫ થી ૩.૩૦ સુધી મામેરા વિધિ સાથે ભગવાન શ્રી જગન્નાથજી ને ચોકલેટનો અન્નકૂટ ધરાવવામાં આવશે અને એ -સાદરૂપે બધાને આપવામાં આવશે. પહિંદી વિધિ અને રથયાત્રાની ભવ્ય શરૂઆત કરવા માટે પૂજય સંતોની સાથે મેયર ડો.નેહલભાઈ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ શહેર પ્રમુખ ડો.માધવભાઈ દવે, જીલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિતભાઈ પટેલ તથા વોર્ડ ના કોર્પોટરો ઉપસ્થિત રહેશે.
રથયાત્રાના નિર્ધારિત રૂટમાં વાવડી ગુરુકુલથી નીકળી વાવડી ગેઇટ, જય ભારત પ્રાથમિક સ્કૂલ વાવડી (સામેનો રોડ), આસોપાલવ ટ્રાય એંગલ, ખોડલ ચોક (મટુકી રેસ્ટોરન્ટ), રાણી ચોક, જય સરદાર ચોક, શિલ્પન એરિસ્ટા ફ્લેટ, સંસ્કાર સીટી, બાપા સીતારામ ચોક અને મવડી ચોકડી થઈને અંતે શ્રી સ્વામિનારાયણ મંદિર, એસજીવીપી મવડી ખાતે પહોંચીને મહાઆરતી સાથે સંપન્ન થશે. આ દિવ્ય મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતો-મહંતો, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ આરતી ઉતારશે. ઠેર-ઠેર પીવાના ઠંડા પાણી, શરબત, જ્યુસ તેમજ ભગવાન જગન્નાથજીનો પ્રિય એવો પવિત્ર મગ, કાકડી અને ખારેકના મહાપ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
(3:16 PM IST)










