<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

હું ઉઘાડો માણસ છું કહી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં અંકિતે નગ્ન થઇ પોલીસ કર્મચારીને લાફો માર્યો!

તાલુકા પોલીસમાં એક યુવાન જેના વિરૂધ્‍ધ રજૂઆત કરવા આવ્‍યો એ જ શખ્‍સ પાછળ ધસી આવ્‍યો અને ડખ્‍ખો કર્યો તું મને ઓળખતો નથી હું હમણા જ જેલમાંથી બહાર આવ્‍યો છું, પોલીસ મારુ કંઇ કરી શકી નથી, તારે જીવવું છે ને? કહી ધમકાવી ગાળો ભાંડીઃ ગુનો નોંધી મોટા મવાના શખ્‍સની ધરપકડ કરવામાં આવી

 

 

રાજકોટ તા. ૮: શહેરના તાલુકા પોલીસ સ્‍ટેશનમાં એક યુવાન પોતાની દુકાનેથી બે શખ્‍સ વસ્‍તુ લઇ ગયા હોઇ અને પૈસા બાબતે માથાકુટ કરી ગયા હોઇ તેના વિરૂધ્‍ધ રજૂઆત કરવા પહોંચતા તેની પાછળ પાછળ માથાકુટ કરનારા શખ્‍સ સહિત બે જણાએ પણ પહોંચી પોલીસ સ્‍ટેશનમાં ઇન્‍વે રૂમમાં કોન્‍સ્‍ટેબલ સાથે માથાકુટ કરી ગાળો દઇ કાંઠલો પકડી લાફો મારી લઇ તેમજ પોલીસ સ્‍ટેશનમાં જ કપડા ઉતારી નગ્ન થઇ હું અહિ જ પેશાબ કરીશ, હું સાવ ઉઘાડો છું, હજુ સુધી પોલીસ મારું કંઇ બગાડી શકી નથી. તેમ કહી ધમાલ મચાવતાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

આ બનાવમાં આ બનાવમાં તાલુકા પોલીસ સ્‍ટેશનના કોન્‍સ્‍ટેબલ ધર્મેન્‍દ્રભાઇ દેવશીભાઇ પરમારની ફરિયાદ પરથી અંકિત પરમાર વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે. અંકિતભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે રાતે ફરજ પર હતાં ત્‍યારે સાથે ઇન્‍વેસ્‍ટીગેશન ટીમમાં એએસઆઇ ડી. સી. જોષી, જીઆરડી રજાકભાઇ દલ પણ પોલીસ સ્‍ટેશને હાજર હતાં. આ વખતે એક અરજદાર કાનાભાઈ મેરામણભાઈ કટારીયા (ઉ.વ.૨૬) પોલીસ સ્‍ટેશને આવ્‍યા હતાં. જે પોતાની રજુઆત અમારી સમક્ષ કરતા હતાં અને પોતાની હકિકત લેખિતમા આપી રહ્યા હતાં. આ વખતે બે શખ્‍સો પોલીસ સ્‍ટેશનના ઇન્‍વે રૂમમાં આવી ગયા હતાં. આ વખતે અરજદાર કાનાભાઇએ જણાવેલ કે આ જ વ્‍યક્‍તિઓ મારી સાથે મારી દુકાનેથી લીધેલ વસ્‍તુ બાબતે રૂપિયા ચુકવવાનું કહેતા બોલાચાલી કરતા હતાં.

આ સાંભળી આ બંને શખ્‍સોએ  અરજદારને કહેલ કે તુ મને ઓળખતો નથી તો મે તે બંનેમાંથી એક શખ્‍સ કે જે અરજદાર સાથે આ રીતે વાત કરતો હોઇ તેનું નામ પુછતાં તે ઉશ્‍કેરાઈ ગયો હતો અને ે ટેબલ પર રહેલા લેપટોપને જોરથી મુક્કા મારવા લાગેલ અને બોલવા લાગેલ કે હુ અંકિત પરમાર છુ તું મને ઓળખતો નથી, મારા પર કેટલાય ગુન્‍હા છે અને હમણા જ જેલમાંથી બહાર આવ્‍યો છુ. હજુ સુધી કોઈ પોલીસ મારૂ કંઈ કરી શકી નથી. આથી મેં એ શખ્‍સને શાંત રહીને બેસીને વાત કરવાનું કહેતાં તે વધુ ઉશ્‍કેરાઇ ગયો હતો અને મને ભુંડી ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે હુ સાવ ઉઘાડો માણસ છું, તમે કોઈ મારૂ કંઈ કરી નહી શકો. આવુ બોલી પોતે પહેરેલા કપડા આંતર વષાો સહીત ઉતારવા લાગતા મેં તથા સાથેના એએસઆઇ ડી.સી. જોષી,  રજાકભાઈ દલએ તેને કપડા પહેરી લેવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

 પરંતુ તે સમજ્‍યો નહોતો અને બેફામ ગાળો બોલવા માંડયો હતો અને કહેતો હતો કે હવે હું અહીથી બહાર પણ આવી રીતે જ જઈશ અને કોર્ટમાં પણ આવી રીતે જ જઈશ, તમને પોલીસવાળાને પણ ઉઘાડા કરીશ અને તમારા બધાની વર્ધી પટ્ટા ઉતાવરાવી નાખીશ. આથી મેં તેને ફરીથી શાંતીથી બેસવા સમજાવતાં તેણે મારો કોલર પકડી ધક્કો મારી ગાલ પર લાફો મારી દીધો હતો અને કહ્યું હતું કે-તું અહિ નવો લાગે છે, મને ઓળખતો નથી લાગતો, તારે જીવવું છે ને? જો અહીં તાલુકામા જ નોકરી કરવી હોય તો આ અંકિત પરમારને સલામ મારવાની. અહિ તાલુકાએ આવવા માટે તારે મારા ઘર પાસેથી જ નીકળવાનુ થશે, તને મારીને ત્‍યાં પુલ નીચે ફેંકી દઈશ તો લાશ પણ નહી મળે.

આ પછી તેણે કહેલું કે મારે પેશાબ કરવા જવુ છે. આથી અમે સમજાવેલ કે બહાર લેડીઝ કોન્‍સ્‍ટેબલ હાજર છે કપડા પહેરી લે. આ પછી તે વધુ ઉશ્‍કેરાઇ ગયો હતો અનગાળો બોલી પોતાના ગુપ્ત ભાગને હાથમા લઈ કહેલ કે હવે હું અહી રૂમમા જ પેશાબ કરીશ. તેમ કહી અભદ્ર વર્તન કરવા માંડયો હતો. આ રીતે અંકિતે અમારી  ફરજ દરમ્‍યાન પોલીસ સ્‍ટેશનમા આવી નગ્ન થઈ અમોને તથા અમારી સાથેના સ્‍ટાફના માણસોને ભુંડી ગાળો બોલી અમારા બધાના વર્ધી પટ્ટા ઉતાવરાવી નાખશે તેમ કહી મારો કોલર પકડી ધક્કો મારી મારા ગાલ પર ઝાપટ મારી ધમકી આપી હતી. તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઇ ડી. સી. જોષીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(2:20 PM IST)