News of Wednesday, 11th November 2026
ખેરવા પાસે બાર દિવસ પહેલા કારની ઠોકરે ચડેલા વૃધ્ધાનું મોત
પતિ-પત્નિ બંને બાઇક સહિત ઠોકરે ચડી ગયા હતાં: ૬૦ વર્ષના શનુબેન માવીએ સારવારમાં દમ તોડયોઃ એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી

રાજકોટઃ એરપોર્ટ પોલીસ મથક હેઠળના વાંકાનેર નજીકના ખેરવા ગામ નજીક તેર દિવસ પહેલા કારની ઠોકરે બાઇક ચડી જતાં વાંકાનેરના ખેરવા ગામે રહેતાં વૃધ્ધ પતિ-પત્નિ બાઇક સહિત ફંગોળાઇ જતાં પત્નિને ગંભીર ઇજા થઇ હતી. તેમનું સારવાર દરમિયાન બેસતા વર્ષની સાંજે મૃત્યુ થયું હતું.
વધુ વિગત મુજબ ખેરવા રહેતાં શનુબેન મેવાભાઇ માવી (ઉ.વ.૬૦) તા. ૨૯/૧૦ના રોજ પતિ મેવાભાઇ માવીના મોટરસાઇકલમાં બેસીને જતાં હતાં ત્યારે ખેરવા ગામના બ સ્ટેશન નજીક કારની ઠોકરે ચડી જતાં બંને પતિ-પત્નિ ફંગોળાઇ ગયા હતા. જેમાં શનુબેનને ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સિવિલમાં ખસેડાયા હતાં. અહિ બેસતા વર્ષની સાંજે તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(12:21 PM IST)










