News of Thursday, 16th April 2026
કાલથી ઓલ ઇન્ડિયા સુખડીયા પ્રીમીયર લીગ સિઝન-૧
ઓલ ઇન્ડિયા સુખડીયા ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજન : ૮ ટીમો ભાગ લેશે, ચેમ્પિયન-રનર્સઅપ ટીમને ઇનામો : બહેનો અને બાળકો માટે પણ બોકસ ક્રિકેટ ટૂર્નામેન્ટ

રાજકોટ : ઓલ ઈન્ડીયા સુખડીયા પ્રીમીયર લીગ સીઝન-૧નું તા.૧૭, ૧૮ અને ૧૯ એપ્રિલ (શુક્ર, શનિ, રવિ) ટેનીસ બોલ ક્રીકેટ ટુર્નામેન્ટનું ગ્રીનફીલ્ડ ક્રીકેટ ગ્રાઉન્ડ,(આદર્શ માર્બલની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ) ખાતે આયોજન કરવામાં આવેલ છે.
ઓલ ઈન્ડીયા સુખડીયા ક્રીકેટ એસોસીએશન ધ્વારા (ઓલ ઈન્ડીયા સુખડીયા પીમીયર લીગ) સીઝન-૧ અંતર્ગત ખેલાડી હરરાજી ધ્વારા ઓલ ઈન્ડીયાના તમામ સુખડીયા (જૈન) યુવા ક્રીકેટરોનું ઓકશન ધ્વારા કુલ આઠ ટીમોમાં વિભાજન કરેલ છ.ે આ ટુર્નામેન્ટમાં ભારતભરમાંથી આવેલા ક્રીકેટરો તથા ટીમ ઓનર્સ માટે રહેવા તથા જમવાની તમામ સગવડતા કરવામાં આવેલ છે. તો આ જ સ્થળે મહીલા બોકસ ક્રીકેટ ટુર્નામેન્ટ તથા ચીલ્ડ્રન્સ બોકસ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં રાજકોટ સુખડીયા મહીલા મંડળ તથા મહીલા સભ્યો ધ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે.
આયોજનમાં વિશાલ શેઠ મો. ૯૮૨૫૨૮૭૩૮૭, હીરેન શેઠ (એડવોકેટ એન્ડ નોટરી) મો.૯૮૨૪૨૧૪૦૯૯, અજયભાઈ મકવાણા મો. ૮૮૪૯૭૧૩૪૨૮, કૌશીક કાલાવડીયા મો. ૯૮૨૪૬૫૩૨૫૩, નિરવ ગોયાણી મો. ૯૮૭૯૮૩૮૭૮૭, વિશાલ પઢીયાર, યોહાન શેઠ જોડાયા છે.
આ ટુર્નામેન્ટ ઓસન બેઈઝ હોય તેમાં કુલ આઠ ટીમ ઓનરો ૧) રોયલ સ્ટ્રાઈકર ઈલેવન, રાજકોટ જેના ઓનર્સ શેઠ એડવોકેટસ એન્ડ નોટરી તથા ભારત સ્વીટ માર્ટ, દીગ્વીજય રોડ, ૨) રાજકોટ નાઈટ રાઈડર્સ, રાજકોટ જેના ઓનર્સ રાજકોટ સુખડીયા યુવક મંડળ, ૩) અમદાવાદ લાયસન્સ, અમદાવાદ જેના ઓનર્સ ટ્રીકેપ એડવાઈઝર્સ પ્રા. લી., ૪) બાલાજી વોરીયર્સ, મોરબી જેના ઓનર્સ જયેશ કેટરર્સ અને જૈન ખમણ, ૫) ગોંડલ સ્ટેટ ઈલેવન, ગોંડલ જેના ઓનર્સ પુજા લાઈટસ, રાજભોગ સ્વીટસ, તુલસી કે.એન.પી., ૬) શુભ-લક્ષ્મી ટેક ટાઈટન્સ, સુરેન્દ્રનગર જેના ઓનર્સ શ્રી શુભ-લક્ષ્મી ઈન્ફોટેક ૭) કલ્યાણ નાઈટ રાઈડર્સ, ધ્રાંગધ્રા જેના ઓનર્સ નવકાર ચોરાફળી, તથા જય કલ્યાણ ચોરાફળી, ૮) મહાકાલ ઈલેવન, અમદાવાદ જેના ઓનર્સ કેશરીનંદન મોબાઈલ તથા કનૈયાલાલ નટવરલાલ શેઠ પરીવાર.
દિવસના કુલ ૬ મેચ રમાશે. ૧ર ઓવરના મેચ રમાશે. ચેમ્પિયન, રનર્સઅપ સહિત ભાગ લેનાર ટીમને ઇનામોથી નવાજવામાં આવશે.
(3:27 PM IST)










