<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ઇન્‍દ્રપ્રસ્‍થનગરમાં ખરાબ રસ્‍તાને લઈ મહિલાઓનો થાળી-વેલણ સાથે વિરોધ: જુઓ વિડીયો

કાચા રસ્‍તાથી ચોમાસામાં હાલાકી, સાપના ભય વચ્‍ચે સ્‍થાનિકોએ તાત્‍કાલિક રસ્‍તો બનાવવા કરી માંગ

વિરોધઃ શહેરના મોરબી રોડ પરના ઇન્‍દ્રપ્રસ્‍થ વિસ્‍તારવાસીઓએ રસ્‍તા બાબતે થાળી-વેલણ વગાડી કુંભકર્ણ નિદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૨૮: શહેરના ઇન્‍દ્રપ્રસ્‍થ નગર વિસ્‍તારમાં ખરાબ અને કાચા રસ્‍તાના પ્રશ્ને સ્‍થાનિક રહેવાસીઓએ વિરોધ નોંધાવ્‍યો હતો. વિરોધ ઙ્કદર્શનમાં મોટી સંખ્‍યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને થાળી-વેલણ વગાડીને તંત્ર સામે રોષ વ્‍યક્‍ત કર્યો હતો.

સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ તેમની સોસાયટીમાં આવતો રસ્‍તો હજુ પણ કાચો હોવાથી ચોમાસા દરમિયાન ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. વરસાદી પાણી ભરાઈ જતા અવરજવર મુશ્‍કેલ બને છે, જ્‍યારે કાદવના કારણે રોજિંદા જીવન પર પણ અસર પડે છે.

રહેવાસીઓએ વધુમાં જણાવ્‍યું હતું કે કાચા રસ્‍તાના કારણે અનેક વખત સાપ પણ રહેણાંક વિસ્‍તારમાં આવી જતા હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. ખાસ કરીને બાળકો અને વળદ્ધોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

સ્‍થાનિકોએ મહાનગરપાલિકાને તાત્‍કાલિક રસ્‍તાનું પેવિંગ કરી સમસ્‍યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી.

(3:41 PM IST)