<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

રાજકોટ હિરાસર એરપોર્ટ માટે એર ઇન્‍ડિયાનું નવુ વિન્‍ટર શેડયુલ જાહેરઃ દિલ્‍હી-મુંબઇની ફલાઇટના સમયમાં ફેરફાર

રાજકોટ તા.પઃ રાજકોટ સ્‍થિત હીરાસર ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધાને ધ્‍યાનમાં રાખીને એર ઈન્‍ડિયા દ્વારા આગામી તા.૨૫ ઓક્‍ટોબરથી વિન્‍ટર શેડ્‍યુલ લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવા સમયપત્રક મુજબ દિલ્‍હી અને મુંબઈની દૈનિક ફ્‌લાઈટ્‍સના સમયમાં ફેરફાર કરવામાં આવ્‍યા છે, જે આગામી ૨૭ માર્ચ સુધી યથાવત રહેશે.

વર્તમાન સમયની વાત કરીએ તો એર ઈન્‍ડિયાની ફ્‌લાઈટ્‍સ સવારે ૮:૩૫ વાગ્‍યે મુંબઈ, સવારે ૧૦ વાગ્‍યે દિલ્‍હી અને સાંજે ૬ વાગ્‍યે મુંબઈ માટે રવાના થાય છે, જ્‍યારે રાત્રે ૮ વાગ્‍યે દિલ્‍હીની ફ્‌લાઈટ જાય છે. હવે આગામી ૨૫ ઓક્‍ટોબરથી બદલાનાર નવા વિન્‍ટર શેડ્‍યુલ અનુસાર, રાજકોટથી મુંબઈ માટેની ફ્‌લાઈટ સવારે ૮:૩૦ વાગ્‍યે, દિલ્‍હી માટેની ફ્‌લાઈટ સવારે ૧૧ વાગ્‍યે, સાંજે દિલ્‍હી માટે ૮ વાગ્‍યે અને મુંબઈ માટે રાત્રે ૯:૩૫ વાગ્‍યે ટેકઓફ થશે.

રાજકોટના આ આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ પર મુખ્‍યત્‍વે એર ઈન્‍ડિયા અને ઇન્‍ડિગો જેવી એરલાઇન્‍સની વિમાની સેવાઓ ધમધમે છે, જે દિલ્‍હી અને મુંબઈ ઉપરાંત હૈદરાબાદ, પૂના અને બેંગલુરુ જેવા મહત્‍વના શહેરો સાથે ઉત્તમ કનેક્‍ટિવિટી પૂરી પાડે છે. આગામી સમયમાં ઇન્‍ડિગો દ્વારા પણ પોતાના ઓપરેશન્‍સમાં વધારો કરવામાં આવે તેવી પૂરી શકયતાઓ સેવાઈ રહી છે અને તે પણ ટૂંક સમયમાં પોતાનું નવું વિન્‍ટર શેડ્‍યુલ જાહેર કરી શકે છે.

હાલમાં જાહેર થયેલા આ વિન્‍ટર શેડ્‍યુલની અંદર કોઈપણ નવી ફ્‌લાઈટ્‍સ કે રૂટની જાહેરાત કરવામાં આવી નથી, તેમજ એરપોર્ટ તૈયાર હોવા છતાં હજુ સુધી સત્તાવાર મંજૂરીનું ગ્રીન સિગ્નલ ન મળવાના કારણે આ વિન્‍ટર શેડ્‍યુલમાં પણ કોઈ આંતરરાષ્‍ટ્રીય ફ્‌લાઈટ્‍સ શરૂ થાય તેવા ખાસ સંકેતો વર્તાઈ રહ્યા નથી

(11:26 AM IST)