<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

વિશ્વ યોગ દિવસ પૂર્વે બહેનો દ્વારા સ્‍વિમિંગ પૂલમાં એકવા યોગનું રિહર્સલ

 

વિશ્વ યોગ દિવસની ઉજવણી રેસકોર્ષ સ્‍વિમિંગ પૂલ ખાતે મહિલાઓ  એકવા યોગની રિહર્સલ  કરતા  તસ્‍વીરમાં નજરે પડે છે. (અભિજીત બગથરીયા)

રાજકોટ,તા.૨૦: આવતીકાલે ૨૧ જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહિલાઓ દ્વારા રેસકોર્સ ખાતે લોકમાન્‍ય સ્‍વિમિંગ પૂલમાં એકવા યોગનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેના ભાગરૂપે આજે RMC સ્‍વિમિંગ પૂલ, રેસકોર્સ ખાતે એકવા યોગની રિહર્સલ અને તૈયારી કરવામાં આવી હતી. મહિલાઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈને યોગાસનોની પ્રેક્‍ટિસ કરી હતી. તસવીરમાં એકવા યોગની આ તૈયારી અને રિહર્સલના દ્રશ્‍યો નજરે પડે છે

(3:33 PM IST)