News of Tuesday, 2nd June 2026
શાપરમાં પતરાની સફાઇ વખતે વીસેક ફુટ ઉંચાઇથી પટકાતાં યુવાનનું મોત
મુળ યુપીના ૩૫ વર્ષિય અજીતકુમાર યાદવે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨: શાપર વેરાવળમાં રહેતાં અને કંપનીમાં કામ કરતાં મુળ ઉત્તર પ્રદેશના ૩૫ વર્ષના યુવાનનું વીસેક ફુટ ઉંચાઇ પર પતરાની સફાઇ કરતી વખતે પડી જતાં ઇજા થવાથી મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ શાપરમાં શાઇનીંગ એન્જિનીયરીંગ એન્ડ ફોર્જીંગ કંપનીમાં નોકરી કરતો અને ત્યાં કંપનીમાં ક્વાર્ટરમાં રહેતો મુળ યુપીનો અજીતકુમાર મન્નોભાઇ યાદવ (ઉ.વ.૩૫) ગઇકાલે પતરાની સફાઇ કરતી વખતે અકસ્માતે વીસેક ફુટ ઉંચાઇથી પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દોશી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહિ મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અજીતકુમાર ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો. સંતાનમાં બે પુત્ર છે. તે લાંબા સમયથી અહિ રહી મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
(3:48 PM IST)










