News of Wednesday, 30th September 2026
આર્યનગરનો ધોરણ-૧૧નો છાત્ર શાળાએ જવા નીકળ્યા બાદ ગૂમ
બી-ડિવીઝન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૩૦: પેડક રોડ પર આર્યનગર-૧૦માં રહેતો ધોરણ-૧૧માં ભણતો છાત્ર ૨૮મીએ બપોરે સ્કૂલ બેગ લઇને પેડક રોડપર ભારતીય સ્કૂલ ખાતે ભણવા જવા માટે નીકળ્યા બાદ સાંજે સ્કૂલ છુટયા પછી પણ ઘરે ન આવતાં અને શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં તેના તેના મોટા ભાઇએ બી-ડિવીઝન પોલીસમાં જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી કોલેજમાં અભ્યાસ કરે છે. તે નાનીમા અને ભાઇઓ, માસીની કિદરીઓ, સાથે રહે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૮મીએ મારો ભાઇ જે ૧૭ વર્ષનો છે તે સ્કૂલે ગયા પછી સાંજે સાડા પાંચે સ્કૂલ છુટયા બાદ પણ મોડે સુધી ન આવતાં કોઇ મિત્ર સાથે ગયો હશે તેમ લાગ્યું હતું. પણ રાતના દસ સુધી તે ન આવતાં શાળા ખાતે તપાસ કરવા જતાં સંચાલકે કહ્યું હતું કે તે સ્કૂલે આવ્યો જ નથી. આ પછી અમે શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. બી-ડિવીઝન પીએસઆઇ એચ. એન. જેઠવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(2:09 PM IST)










