<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

શાપર નજીક કાંગશીયાળીની સીમમાં આવેલા ફલીપકાર્ટના વેરહાઉસમાં ભીષણ આગ ભભૂકી

શાપર ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ફાઇટરો પહોંચ્‍યાઃ રાજકોટથી પણ બંબા દોડાવાયાઃ વહેલી સવાર આગ કાબુમાં: મોટી નુકસાની

તસ્‍વીરઃ અભિજીત બગથરીયા

રાજકોટ તા. ૨૧: ગોંડલ રોડ પર આવેલા કાંગશીયાળી ગામની સીમમાં ગ્‍લોબલ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં આવેલ ફિ્‌લપકાર્ટ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ ભભૂકતાં મોટી નુકસાની થઇ છે. મોડી રાતે ભભૂકેલી આગ સવારે પણ ચાલુ હતી. રાજકોટથી ચાર ફાયર ફાઇટરો દોડી ગયા હતાં. આગમાં કોઇ જાનહાની થયાના અહેવાલ નથી.

જાણવા મળ્‍યા મુજબ વેરહાઉસમાં  સર્વર રૂમ પાસે આવેલી ઇલેકટ્રીક લાઇનમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ આગળ વધી હતી અને ફલીપકાર્ટના વેરહાઉસમાં રહેલો મોટાભાગનો સામાન સળગીને ખાખ થઇ જતા મોટાપાયે નુકશાન થયું હોવાનું જણાવાયું છે.  કાંગશીયાળી ગામની સીમમાં આવેલા ફિ્‌લપકાર્ટના વેરહાઉસમાં રાત્રીના અચાનક આગ લાગી હતી. -ાથમિક તપાસમાં વેરહાઉસના સર્વર રૂમની બાજુમાંથી પસાર થતી ઇલેક્‍ટ્રિક લાઈનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્‍યું છે. વેરહાઉસમાં મોટા પ્રમાણમાં પેકિંગ મટિરિયલ, પ્‍લાસ્‍ટિક, બોક્‍સ અને ગ્રાહકોના ઓર્ડરનો સામાન રાખેલો હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.

આગ વિકરાળ બનતા ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્‍યા હતાં. શાપર ફાયર બ્રિગેડને જાણ થતાં શાપર ફાયરની ટીમ પહોંચી હતી. તેમજ રાજકોટથી પણ ચાર ફાયર ફાઇટર દોડાવાયા હતાં. કલાકો સુધી પાણીનો મારો ચલાવી સવારે આગને કાબુમાં લઇ લેવામાં આવી હતી.  બનાવની જાણ થતાં શાપર પોલીસ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી. આ ભીષણ આગમાં વેરહાઉસની અંદર રહેલો  સામાન બળી જતાં મોટી નુકસાની થયાનો અંદાજ છે.

(11:30 AM IST)