તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Sunday, 3rd May 2026
રાજકોટમાં ઉમાકાન્ત પંડિત ઉદ્યોગ નગરમાં દારૂ ભરેલી કાર પકડાઈ: રોહિત ડાભીની ધરપકડ
માલવીયાનગર પીઆઇ જે.એમ. કૈલા, પીએસઆઇ ડોડીયા અને ટીમની કાર્યવાહી: કેતનભાઇ શેખલીયા, અજયભાઇ વીકમા, ભાવેશભાઇ ગઢવી અને જયદિપસિંહ ભટ્ટીની બાતમી

રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડી.સી.પી. રાકેશ દેસાઈ અને એ.સી.પી. બી.જે. ચૌધરી દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની સૂચનાના પગલે માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સફળતા મેળવી છે. પોલીસે અડધા લાખથી વધુનો દારૂ ભરેલી કાર સાથે એકને પકડ્યો છે.
માલવીયાનગર પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ પી.વી. ડોડીયા, એ.એસ.આઈ. કેતનભાઇ શેખલીયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઇ વિકમા તથા કોન્સ્ટેબલ ભાવેશભાઇ ગઢવી અને જયદિપસિંહ ભટ્ટી પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે ઉમાકાન્ત પંડિત ઉદ્યોગ નગર શેરી નંબર ૦૨ના ખૂણે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી દારૂ ભરેલી આઇ-૨૦ કાર સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
આ ગુનામાં પોલીસે રોહિત રમેશભાઇ ડાભી (રહે. સરિતા વિહારના પુલ પાસે, મફતીયા પરા, યુનિવર્સિટી રોડ, રાજકોટ)ને ઝડપી લીધો છે. પોલીસની તપાસમાં તેની પાસેથી 'રોયલ સિલેક્ટ ડીલક્સ વ્હિસ્કી'ના ૪૩૨ નંગ ચપલા (કિંમત રૂ. ૫૬,૧૬૦) અને ગુનામાં વપરાયેલી હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦) મળી કુલ રૂ. ૫,૫૬,૧૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. કૈલા, પીએસઆઈ પી.વી. ડોડીયા, એ.એસ.આઈ. કેતનભાઇ શેખલીયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વિકમા, પૃથ્વીરાજસિંહ ચુડાસમા, કૃણાલસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી, મનીષભાઇ સોઢીયા, જયદિપસિંહ ભટ્ટી અને અમરદિપસિંહ જાડેજા જોડાયા હતા. તમામ કર્મચારીઓએ સાથે મળીને કરી છે.
(10:12 AM IST)










