News of Wednesday, 29th July 2026
૮ બાળકો, ૨-મહિલા, ૨-પુરૂષોને ભિક્ષાવૃતિમાંથી મુક્ત કરાવાયા
શહેરમાં ઠેકઠેકાણે ટ્રાફિક સિગ્નલો પર બૂક, પેન્સીલ વેંચવાની આડમા ભિક્ષાવૃતિ કરતા હતાં : એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ કે. કે. ગોહિલ અને ટીમ સાથે સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા, ભિક્ષુક ગૃહની ટીમ, ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ કામગીરીમાં જોડાઇ

રાજકોટ તા. ૨૯: શહેરની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ અને વિવિધ વિભાગોની સંયુક્ત ટાસ્ક ફોર્સ દ્વારા શહેરમાં ભિક્ષાવળત્તિ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ, રાજકોટ બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા ભિક્ષુક ગળહ, પુરૂષ ભિક્ષુક ગળહ તથા ચાઇલ્ડ હેલ્પ લાઇનની સંયુક્ત ટીમો દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો અને ટ્રાફિક સિગ્નલો આસપાસ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચોક્કસ તપાસ દરમિયાન બોલપેન તથા બૂક વેચવાના બહાને ચાર રસ્તા-સિગ્નલો પર ભિક્ષાવળત્તિ કરતા ૮ બાળકો, ૨ પુરૂષો અને ૨ મહિલાઓ મળી કુલ ૧૨ વ્યક્તિઓને ભિક્ષાવળત્તિમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. મુક્ત કરાવવામાં આવેલા ૮ બાળકોને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કમિટી દ્વારા આ બાળકોના વાલીઓને બોલાવીને ભિક્ષાવળત્તિ ન કરાવવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન હેઠળ તમામ બાળકોના યોગ્ય શિક્ષણ માટેની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એએચટીયુના પીઆઇ કે. કે. ગોહિલ અને તમેની ટીમ સાથે આ કામગીરીમાં સમાજ સુરક્ષા અધિકારી, રાજકોટ બાળ સુરક્ષા એકમ, મહિલા તથા પુરૂષ ભિક્ષુક ગળહની સંયુક્ત ટીમ અને ચાઇલ્ડ હેલ્પ લાઇનની ટીમ પણ સામેલ થઇ હતી.
(2:09 PM IST)










