<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

પ્રો. ડો. યશવંત ગોસ્‍વામીનું ૭૫ થી વધુ સંસ્‍થાઓ એકમંચ પર એકત્રિત થઈ કરશે ઐતિહાસિક અભિવાદન

ૐ નમઃ શિવાય... ઐતિહાસિક સારસ્‍વત વંદના અને લોકસેવા મહોત્‍સવ પુસ્‍તક વિમોચન સાથે ‘ૐ નમઃ શિવાય' લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શોનું અનોખું આયોજન... : ‘રક્‍તદાનથી કોઈને નવજીવન મળે, સાહિત્‍ય સેતુ દ્વારા સંસ્‍કારનો ઉપહાર મળે, વૃક્ષારોપણથી હરિયાળી વાદીઓનું ઉપવન મળે, કોઈ ઘરમાં ચૂલો સળગે અને કોઈ બાળકના શિક્ષણનો માર્ગ પ્રશસ્‍ત થાય, જળ સંરક્ષણથી ગામોમાં હરિયાળી અને ખુશહાલી આવે, વ્‍યસન અને અંધશ્રદ્ધાથી મુક્‍ત સમાજનું નિર્માણ થાય, સ્‍વચ્‍છતાથી સ્‍વસ્‍થ ભારતનું નિર્માણ થાય, જ્ઞાન, વિજ્ઞાન, સેવા અને સંસ્‍કારથી નૂતન ભારતનું નિર્માણ થાય... વિશેષ ભાવવંદના આદર્શ અધ્‍યાપકની જીવનદ્રષ્ટિ : ‘જેમણે શિક્ષાને માત્ર આજીવિકા નહીં - સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું માધ્‍યમ બનાવ્‍યું. સેવાને માત્ર દાયિત્‍વ નહીં જીવનનો સંકલ્‍પ અને ધર્મ બનાવ્‍યો, વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાની નહીં - ભારતીયતાના વાહક બનાવ્‍યા, અને યાત્રાને માત્ર પ્રવાસ નહીં - જીવ અને શિવનો મિલન મહોત્‍સવ બનાવ્‍યો.' આ કેવળ અભિવાદન સમારોહ નથી, એક અધ્‍યાપક પ્રત્‍યે છાત્રોનો સ્‍નેહભાવ અને વિવિધ સંસ્‍થાઓનો સંવેદનાત્‍મક ઉત્‍સવ છે

* શો પ્રસ્‍તુતકર્તા (અભિનેતા, ડિરેક્‍ટર, રાઈટર, સ્‍પીકર)  શ્રી હર્ષલ માંકડ - ‘ૐ નમઃ શિવાય' લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શોની અનોખા અંદાજમાં પ્રસ્‍તુતિ, શિવતાંડવ, મહાદેવનું પ્રાગટ્‍ય અને દિવ્‍ય મહાઆરતી. * લોકસંગીત અને ભક્‍તિ સંગીતની સુરાવલી   ઈન્‍ટરનેશનલ લોકગાયિકા સુશ્રી લલિતા ઘોડાદ્રા અને સુપ્રસિદ્ધ અષાઢી ગાયક શ્રી ભક્‍તિદાન ગઢવી દ્વારા શિવવંદના અને લોકસાહિત્‍યની પ્રસ્‍તુતિ. * શાસ્ત્રીય કથ્‍થક નૃત્‍ય વંદના    સુપ્રસિદ્ધ કથ્‍થક નૃત્‍યાંગના સુશ્રી સુમન ઉપાધ્‍યાય અને સુશ્રી યશ્વી પરમાર દ્વારા શાષીય નૃત્‍ય શૈલીમાં મહાદેવની ભાવવંદના.* બાળસહજ શિવવંદના નૃત્‍ય    નાની બાળાઓ કુ. રૂદ્રા અને કુ. આર્યા ગોસ્‍વામી દ્વારા અત્‍યંત મનમોહક બાળસહજ શિવવંદના નૃત્‍યની પ્રસ્‍તુતિ. * લાઈવ પોર્ટ્રેટ અને દ્રશ્‍ય કલાના કામણ    રાજકોટ વિઝ્‍યુઅલ આર્ટિસ્‍ટ સોસાયટી અને પોર્ટ્રેટ ક્‍લબના ૨૦ થી વધુ કલાકારો દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાઈવ પોર્ટ્રેટ નિર્માણ.* શનિવાર, તા. ૨૧ નવેમ્‍બર ૨૦૨૬ : સાંજે ૪ થી ૭  પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ* રાજકોટની ખ્‍યાતનામ ૧૨ સંસ્‍થાઓ કરશે સાર્વજાનિક સેવાયજ્ઞ.* કાર્યક્રમ દરમ્‍યાન થશે રાષ્ટ્રીય સેવા યોજના પરના ડો. ગોસ્‍વામી લિખિત ૫ પુસ્‍તકોનું વિમોચન.* કાર્યક્રમ દરમ્‍યાન રાજકોટ વિઝ્‍યુઅલ આર્ટિસ્‍ટ સોસાયટીના ૨૦ થી વધુ આર્ટિસ્‍ટ પાથરશે કલાના કામણ.* ગીત, સંગીત, નૃત્‍ય, સંવાદ, સંવેદના અને કોસ્‍મિક એનર્જી સાથે થશે મહાદેવનું પ્રાગટ્‍ય અને શિવતાંડવ સાથે દિવ્‍ય મહાઆરતી, મહા પ્રસાદ.* ઈન્‍ટરનેશનલ લોકગાયિકા લલિતા ઘોડાદ્રા, હર્ષલ માંકડ અને ભક્‍તિદાન ગઢવી પ્રસ્‍તુત કરશે અનોખી શિવવંદના.* કાર્યક્રમમાં હાજરી આપશે ૫ યુનિવર્સિટીના ૭ થી વધુ કુલપતિ અને પૂર્વ કુલપતિ, ઉપકુલપતિઓ, મેયર, રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો, સમાજ શ્રેષ્‍ઠીઓ, વિવિધ કોલેજના પ્રિન્‍સિપાલ અને અધ્‍યાપકો.

 

આગામી તા. ૨૧ મી નવેમ્‍બરને શનિવારે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે સાહિત્‍ય, સંસ્‍કૃતિ, સંસ્‍કાર, સેવા અને રાષ્ટ્રભક્‍તિ સાથે શિવના અનન્‍ય ઉપાસક પ્રા. ડો. યશવંત ગોસ્‍વામીની ૩૫ વર્ષની વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રેરણાદાયી વ્‍યક્‍તિત્‍વના સેવા યજ્ઞ અને જ્ઞાનયજ્ઞને બિરદાવવા રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ઈતિહાસમાં રાજકોટની ૭૫ થી વધુ પ્રતિષ્‍ઠિત સંસ્‍થાઓ એકમંચ પર એકત્ર થઈ ડો. ગોસ્‍વામીનું ઐતિહાસિક અભિવાદન કરશે. આયોજક સંસ્‍થાના પ્રતિનિધિઓ જયેશભાઈ ઉપાધ્‍યાય, અનુપમભાઈ દોશી, વિજયભાઈ ડોબરિયા, દિલીપભાઈ સખીયા, જીજ્ઞેશભાઈ રાઠોડ, પ્રફુલ્‍લગિરિ ગોસ્‍વામી, વસંતભાઈ લીંબાસીયા અને સમિતિના સભ્‍યો જણાવે છે કે આ એક માત્ર અભિવાદન સમારોહ નથી પરંતુ તેમના ઉમદા વ્‍યક્‍તિત્‍વમાંથી અનેક લોકો પ્રેરણા લઈ સેવાકાર્યોમાં પ્રવૃત્ત થાય તે સંદેશ સાથે અનોખો અભિવાદન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. એક અધ્‍યાપક ક્‍લાસ રૂમમાંથી બહાર નીકળી હજારો વિદ્યાર્થીઓને કેવી રીતે બદલી શકે, સમાજ અને રાષ્ટ્ર માટે શું શું કરી શકે? એનું ઉત્તમ ઉદાહરણ યશવંત ગોસ્‍વામી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સંભવતઃ એક શિક્ષક માટે આવો ગૌરવપૂર્ણ કાર્યક્રમ સૌપ્રથમ રાજકોટમાં યોજાઈ રહ્યો છે.

મહાદેવના પરમ ઉપાસક ડો. ગોસ્‍વામીના ઐતિહાસિક અભિવાદન સાથે ‘ૐ નમઃ શિવાય' લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શોની એક અલગ અંદાજમાં અભિનેતા, ડિરેક્‍ટર, રાઈટર અને સ્‍પીકર હર્ષલ માંકડ આ શોની પ્રસ્‍તુતિ કરશે. જેમાં થશે શિવતાંડવ, દિવ્‍ય આરતી અને મહાદેવનું પ્રાગટ્‍ય. ગીત, સંગીત, નૃત્‍ય, સંવાદ અને સંવેદના અને કોસ્‍મિક એનર્જીથી ભરપૂર આ કાર્યક્રમમાં ઈન્‍ટરનેશનલ ગાયિકા લલિતા ઘોડાદ્રા અને અષાઢી ગાયક ભક્‍તિદાન ગઢવી દર્શકોને ડોલાવશે. સુપ્રસિદ્ધ કથ્‍થક નૃત્‍યાંગના સુમન ઉપાધ્‍યાય અને યશ્રી પરમાર નૃત્‍ય દ્વારા મહાદેવની વંદના કરશે. સાથે નાની બાળાઓ રુદ્રા અને આર્યા ગોસ્‍વામી બાળસહજ શિવવંદના નૃત્‍ય પ્રસ્‍તુત કરશે. મહાદેવની મસ્‍તીમાં દર્શકોને સતત જકડી રાખશે હર્ષલ માંકડ. આ કાર્યક્રમને વૈવિધ્‍યપૂર્ણ બનાવવા રાજકોટ વિઝ્‍યુઅલ આર્ટિસ્‍ટ સોસાયટી અને પોર્ટ્રેટ ક્‍લબના ૨૦ થી વધુ આર્ટિસ્‍ટ સમગ્ર કાર્યક્રમના લાઈવ પોર્ટ્રેટ બનાવી કાર્યક્રમને વધુ રસપ્રદ અને સંદેશાત્‍મક બનાવશે.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્‍ય સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, ત્‍યાગ વલ્‍લભ સ્‍વામીજી, અને શિવકથાકાર માધુરીબેન ગોસ્‍વામી કરશે. વિવિધ યુનિવર્સિટીના વર્તમાન અને પૂર્વ કુલપતિ, ઉપ કુલપતિઓ સર્વશ્રી ઉત્‍પલ જોશી, ભરત રામાનુજ, પ્રતાપસિહ ચૌહાણ, રાકેશ મુદગલ, કમલેશ જોષીપુરા, ભદ્રાયુ વછરાજાની, વિજય દેસાણી, બળવંત જાની ઉપસ્‍થિત રહેશે. આ ઉપરાંત મેયર નેહલ શુક્‍લ, પરસોતમભાઈ રૂપાલા, વજુભાઈ વાળા, રામભાઈ મોકરિયા, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતા શાહ, માધવભાઈ દવે, મુકેશ દોશી, સમાજ શ્રેષ્ઠીઓ સર્વશ્રી નરેશભાઈ પટેલ, ઘોઘુભા જાડેજા, મૌલેશભાઈ ઉકાણી, વિજયભાઈ ડોબરિયા, વિજયભાઈ વાંક, દિલીપભાઈ સખીયા, પરાક્રમસિહ જાડેજા, મનસુખભાઈ સુવાગીયા, રાજુભાઈ અને પ્રફુલ્‍લભાઈ ગોસ્‍વામી, સૌરાષ્ટ્ર એજ્‍યુકેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ, રશ્‍મિભાઈ, રાજેશભાઈ, નવીનભાઈ ભાલોડીયા, ડો. આર. આર. કાલરીયા, હરીશભાઈ ચંદ્રા, ગૌતમભાઈ ધમસાણીયા, રાજુભાઈ ભંડેરી, યોગીન છનીયારા, દેવાંગ માંકડ, ડી. વી. મહેતા, સિદ્ધાર્થ મહેતા, રશ્‍મિકાંત મોદી, ડો. શૈલેષ જાની, પરસોતમભાઈ ફળદુ, ડો. એન. કે. ડોબરિયા, ડો. પ્રકાશ મોઢા, ડો. દિનેશ ચૌહાણ, ડો. હર્ષિત રાણપરા, ડો. શ્‍યામ ગોહેલ, ડો. અવિનાશ મારું, ડો. જગદીશ કણસાગરા, ઉપરાંત વિવિધ કોલેજના પ્રિન્‍સિપાલ અને અધ્‍યાપકો, રાજકોટની ખ્‍યાતનામ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે નરેન્‍દ્ર ઝીબા, નરેન્‍દ્ર ડોબરીયા, પુરુષોત્તમ પીપળીયા, યોગીન છનીયારા, વિજય વાંક, હરદેવસિહ જાડેજા, પરષોત્તમભાઈ કમાણી, પરષોત્તમ પીપળીયા, ગૌતમ ગોસ્‍વામી, નિલેશ ગોસ્‍વામી, સંજય ગોસ્‍વામી, ગૌતમભાઈ ધમસાણીયા, જયદીપ સખીયા, રામજીભાઈ ગજેરા, જગદીશભાઈ વેકરીયા અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

 પ્રા. ડો. યશવંત ગોસ્‍વામી : ૩૫ વર્ષની સારસ્‍વત, રાષ્ટ્રનિર્માણ અને સેવા યાત્રા

ભારતીય સંસ્‍કૃતિમાં ગુરુ અને શિક્ષકનું સ્‍થાન સર્વોચ્‍ચ ગણવામાં આવ્‍યું છે. આજના સ્‍પર્ધાત્‍મક અને વ્‍યવસાયિક યુગમાં જ્‍યારે શિક્ષણ માત્ર ડિગ્રી અને રોજગાર પૂરતું સીમિત બની રહ્યું છે, ત્‍યારે કણસાગરા મહિલા કોલેજના હિન્‍દી વિભાગના અધ્‍યક્ષ તેમજ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના પ્રોગ્રામ ઓફિસર તરીકે ૩૫ વર્ષ સુધી અવિરત સેવા આપનાર પ્રા. ડો. યશવંત ગોસ્‍વામીએ શિક્ષક ધર્મની એક નવી અને ઉજ્જવળ પરિભાષા કંડારી છે. સાહિત્‍ય, સંસ્‍કૃતિ, સંસ્‍કાર, સેવા અને રાષ્ટ્રભક્‍તિના અનન્‍ય ઉપાસક એવા ડો. ગોસ્‍વામીએ પોતાના સાડા ત્રણ દાયકાના સેવાકાળ દરમિયાન વર્ગખંડના શિક્ષણને સમાજની વાસ્‍તવિક સમસ્‍યાઓ અને રાષ્ટ્રના નવનિર્માણ સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

એક શિક્ષકનું સાચું અને વાસ્‍તવિક અભિવાદન તેના હોદ્દા, પદ, પ્રતિષ્ઠા કે મળતા પુરસ્‍કારોમાં નથી હોતું, પરંતુ તેણે ઘડેલા હજારો વિદ્યાર્થીઓના જીવનમૂલ્‍યો, આચરણ અને રાષ્ટ્રપ્રેમમાં પ્રતિબિબિત થાય છે. પ્રા. ડો. યશવંત ગોસ્‍વામીએ પોતાના સંપર્કમાં આવનાર હજારો વિદ્યાર્થીનીઓ અને યુવાનોને પુસ્‍તકીય જ્ઞાનની સાથે જીવન ઘડતરના સંસ્‍કાર, આત્‍મવિશ્વાસની સાથે શિસ્‍ત અને અનુશાસન, તેમજ સેવાકાર્યોની સાથે સામાજિક સંવેદનાનો ઊંડો અહેસાસ કરાવ્‍યો છે. તેમણે યુવા પેઢીમાં ભારતીય સભ્‍યતા અને સનાતન સંસ્‍કૃતિ પ્રત્‍યે અતૂટ આસ્‍થા જગાવીને સમાજ અને રાષ્ટ્ર પ્રત્‍યેના તેમના કર્તવ્‍યોનો બોધ કરાવ્‍યો છે.

રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના પ્રોગ્રામ ઓફિસર તરીકે ડો. યશવંત ગોસ્‍વામીની કામગીરી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની યુનિવર્સિટીઓ માટે એક રોલ મોડેલ સમાન રહી છે. 'Not Me But You' (હું નહીં, પરંતુ તમે)ના NSSના મૂળ મંત્રને તેમણે પોતાના જીવનમાં અક્ષરશઃ ઉતાર્યો છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં યોજાતા વિશેષ શિબિરો (NSS Camps), વ્‍યસનમુક્‍તિ અભિયાન, સાક્ષરતા પ્રસાર, પર્યાવરણ સંરક્ષણ, જળસંચય, રક્‍તદાન જાગૃતિ, આપત્તિ વ્‍યવસ્‍થાપન અને રાષ્ટ્રીય એકતા શિબિરો દ્વારા તેમણે હજારો વિદ્યાર્થીનીઓમાં નેતૃત્‍વના ગુણો વિકસાવ્‍યા છે. તેમના આ જ બહોળા અનુભવો અને સંશોધનોનો નિચોડ રૂપ રાષ્ટ્રીય સેવા યોજના પર લખાયેલા ૫ મહત્‍વપૂર્ણ પુસ્‍તકોનું વિમોચ પણ આ અભિવાદન સમારોહમાં થવા જઈ રહ્યું છે, જે ભવિષ્‍યના પ્રોગ્રામ ઓફિસરો અને સ્‍વયંસેવકો માટે દીવાદ સમાન સાબિત થશે.

દેવાધિદેવ મહાદેવના પરમ ઉપાસક પ્રા. ડો. યશવંત ગોસ્‍વામીના ઐતિહાસિક અભિવાદન સમારોહને માત્ર ઔપચારિક સન્‍માન પૂરતો સીમિત ન રાખતા તેને એક અલૌકિક આધ્‍યાત્‍મિક, સાંસ્‍કૃતિક અને કલાત્‍મક અનુભૂતિમાં પરિવર્તિત કરવાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવનું સૌથી મોટું આકર્ષણ ‘ૐ નમઃ શિવાય' લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો છે, જે આધુનિક ટેકનોલોજી, પ્રકાશ સંયોજન, ધ્‍વનિ પ્રભાવ અને ભારતીય અધ્‍યાત્‍મનો અનોખો સંગમ રજૂ કરશે.

આ સમગ્ર શોની પ્રસ્‍તુતિ જાણીતા અભિનેતા, દિગ્‍દર્શક, લેખક અને પ્રખર વક્‍તા શ્રી હર્ષલ માંકડ દ્વારા એક અત્‍યંત અલગ અને પ્રભાવશાળી અંદાજમાં કરવામાં આવશે. મહાદેવની મસ્‍તી અને શિવતત્‍વની ઊંડાઈને પોતાની આગવી શૈલીમાં રજૂ કરીને હર્ષલ માંકડ સમગ્ર ઓડીટોરીયમમાં ઉપસ્‍થિત દર્શકોને શરૂઆતથી અંત સુધી મંત્રમુગ્‍ધ કરીને જકડી રાખશે. આ શો દરમિયાન ભગવાન શિવનું દિવ્‍ય પ્રાગટ્‍ય, બ્રહ્માંડની ઊર્જાનું પ્રતીક એવું રૌદ્ર અને મંગલકારી શિવતાંડવ તથા ભક્‍તિભાવથી છલકાતી દિવ્‍ય મહાઆરતીના દ્રશ્‍યો સર્જાશે, જે ગીત, સંગીત, નૃત્‍ય, સંવાદ, સંવેદના અને કોસ્‍મિક એનર્જીનો અદ્દભૂત અનુભવ કરાવશે.

આ ઉપરાંત, સાહિત્‍ય અને કલાના આ સંગમમાં રાજકોટ વિઝ્‍યુઅલ આર્ટિસ્‍ટ સોસાયટી અને પોર્ટ્રેટ ક્‍લબના ૨૦ થી વધુ ચિત્રકારોનું યોગદાન વિશેષ બની રહેશે. ચાલુ કાર્યક્રમ દરમિયાન જ્‍યારે મંચ પર વક્‍તવ્‍યો અને સાંસ્‍કૃતિક પ્રસ્‍તુતિઓ ચાલતી હશે, ત્‍યારે આ કલાકારો જીવંત ચિત્રો (Live Portraits) તૈયાર કરીને કાર્યક્રમને વધુ રસપ્રદ, જીવંત અને સંદેશાત્‍મક બનાવશે. આમ, સાહિત્‍ય, સંગીત, નૃત્‍ય અને ચિત્રકલા - એમ ચારેય લલિત કલાઓનો ત્રિવેણી સંગમ પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમના અગિણે જોવા મળશે.

પ્રો. ડો. યશવંત ગોસ્‍વામીની સેવા નિવૃત્તિ પર વિવિધ સંસ્‍થાઓ દ્વારા સાર્વજાનિક સેવાયજ્ઞ - ૧૨ લોકકલ્‍યાણકારી સેવા પ્રકલ્‍પો

‘આ આયોજન કોઈ વ્‍યક્‍તિનું અભિવાદન નથી, તેમના સેવા સંસ્‍કારોને સમાજમાં આગળ વધારી તેને જનકલ્‍યાણની પ્રેરણા બનાવવાનો યજ્ઞ છે.'

પ્રો. ડો. યશવંત ગોસ્‍વામીના ૩૫ વર્ષના સમર્પિત સેવાકાળ તેમજ શિક્ષા, સાહિત્‍ય, સંસ્‍કૃતિ, સંસ્‍કાર, રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને સામાજિક સરોકાર પ્રત્‍યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને નમન કરતાં રાજકોટની ૧૨ ખ્‍યાતનામ સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા ૧૨ વિવિધ સેવા પ્રકલ્‍પોના માધ્‍યમથી આ સાર્વજાનિક સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેવાયજ્ઞ પાછળનો ઉમદા સંકલ્‍પ નીચેની પંક્‍તિઓમાં વ્‍યક્‍ત થયો છેઃ

સાર્વજાનિક સેવાયાનું સામાજિક મહત્‍વ અને જનકલ્‍યાણની પ્રેરણા

સામાન્‍ય રીતે જ્‍યારે કોઈ વ્‍યક્‍તિનો નિવૃત્તિ સમારોહ કે અભિવાદન કાર્યક્રમ યોજાય છે, ત્‍યારે તેમાં પુષ્‍પગુચ્‍છ, શાલ, સ્‍મૃતિચિホ અને પ્રશસ્‍તિપત્ર અર્પણ કરીને ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવતી હોય છે. પરંતુ પ્રા. ડો. યશવંત ગોસ્‍વામીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન સમાજસેવા અને રાષ્ટ્રસેવાને જ પોતાનો સાચો ધર્મ માન્‍યો હોવાથી, તેમના અભિવાદન પ્રસંગે રાજકોટની ૧૨ અગ્રણી સંસ્‍થાઓએ ભેગા મળીને સાર્વજાનિક સેવાયજ્ઞ' કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

આ ૧૨ સેવા પ્રકલ્‍પોની વિશેષતા એ છે કે તેમાં માનવ જીવનની દરેક પાયાની જરૂરિયાતનો વિચાર કરવામાં આવ્‍યો છે. એક તરફ આત્‍મીય યુનિવર્સિટી, બી. ટી. સવાણી કિડની હોસ્‍પિટલ અને ગોકુલ સુપર સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ દ્વારા રક્‍તદાન અને સર્વરોગ નિદાન મેડિકલ કેમ્‍પ થકી 'પહેલું સુખ તે જાતે નર્યા' ના મંત્રને સાર્થક કરવામાં આવ્‍યો છે; તો બીજી તરફ બોલબાલા ટ્રસ્‍ટ અને ભારત વિકાસ પરિષદ દ્વારા અન્નપૂર્ણા કીટ અને અનાજ કીટના વિતરણથી ભૂખ્‍યાને ભોજન પૂરું પાડવાનો સેવાયજ્ઞ આદરવામાં આવ્‍યો છે.

શિક્ષણ અને સંસ્‍કારના ક્ષેત્રે રામકૃષ્‍ણ આશ્રમ દ્વારા સ્‍કૂલ બેગ-નોટબુક વિતરણ, શિવવંદના ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા એજ્‍યુકેશન કીટ વિતરણ, વિવેકાનંદ યુથ ક્‍લબ દ્વારા સાહિત્‍ય સેતુ કાર્યક્રમ અને કણસાગરા મહિલા કોલેજ દ્વારા સ્‍વચ્‍છતા તથા સાક્ષરતા અભિયાન હાથ ધરીને ભાવી પેઢીને સશક્‍ત બનાવવાનો પ્રયાસ થયો છે. સાથોસાથ પર્યાવરણ અને જળસંચય માટે સદ્વાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ અને ગિરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા ચેકડેમ નિર્માણ જેવા દીર્ઘકાલીન લોકઉપયોગી કાર્યોને વેગ આપવામાં આવ્‍યો છે, તેમજ ધરતી કો-ઓપરેટિવ બેંક દ્વારા કમ્‍બલ, સાડી, બૂટ અને ચપ્‍પલ વિતરણ કરીને માનવતાની મહેક પ્રસરાવવામાં આવી છે.

સમગ્ર મહોત્‍સવનો સારાંશ, ઐતિહાસિક પ્રભાવ અને ભાવભર્યું નિમંત્રણ

પ્રા. ડો. યશવંત ગોસ્‍વામીનો આ ઐતિહાસિક અભિવાદન સમારોહ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના શૈક્ષણિક, સામાજિક અને સાંસ્‍કૃતિક ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે. ૩૫ વર્ષના દીર્ઘકાલીન સેવાકાળમાં એક અધ્‍યાપક જ્‍યારે પોતાના વિદ્યાર્થીઓ, સાથી અધ્‍યાપકો, સંસ્‍થાઓ અને સમાજના દરેક વર્ગનો અપાર સ્‍નેહ અને આદર. સંપાદિત કરે છે, ત્‍યારે જ આવા ભવ્‍ય 'સારસ્‍વત અને સેવા મહોત્‍સવ'નું નિર્માણ થાય છે.

એક જ મંચ પર ૭૫ થી વધુ સંસ્‍થાઓનું એકત્રીકરણ, ૫ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ અને પૂજ્‍ય સંતો મહંતોની પાવન ઉપસ્‍થિતિ, રાષ્ટ્રીય સેવા યોજના પરના ૫ પુસ્‍તકોનું વિમોચન, ૨૦ થી વધુ કલાકારો દ્વારા લાઈવ પોર્ટ્રેટ નિર્માણ, ૧૨ સંસ્‍થાઓનો સાર્વજાનિક સેવાયજ્ઞ અને હર્ષલ માંકડ, લલિતા ઘોડાદ્રા તથા ભક્‍તિદાન ગઢવીની પ્રસ્‍તુતિ સાથેનો ૧૫૦ નમઃ શિવાય' લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો  આ તમામ આયામો આ કાર્યક્રમને અદ્વિતીય અને અવિસ્‍મરણીય બનાવે છે.

સમગ્ર મહોત્‍સવની સંક્ષિપ્ત રૂપરેખા (એક નજરમાં)

અભિવાદન મૂર્તિ

પ્રા. ડો. યશવંત ગોસ્‍વામી (અધ્‍યક્ષ, હિન્‍દી વિભાગ અને ફલ્‍લ્‍ પ્રોગ્રામ ઓફિસર, કણસાગરા મહિલા કોલેજ - ૩૫ વર્ષની સમર્પિત સેવા પૂર્ણ કર્યા નિમિત્તે).

તારીખ, સમય અને સ્‍થળ :

શનિવાર, તા. ૨૧ / ૨૩ નવેમ્‍બર ૨૦૨૬, સાંજે ૪ થી ૭ કલાક, પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ.

સંયુક્‍ત આયોજન

રાજકોટની ૭૫ થી વધુ શૈક્ષણિક, સામાજિક અને સેવાભાવી સંસ્‍થાઓ તથા યશવંત ગોસ્‍વામી અભિવાદન સમિતિ - રાજકોટ.

સાર્વજાનિક સેવાયજ્ઞ

૧૨ ખ્‍યાતનામ સંસ્‍થાઓ દ્વારા રક્‍તદાન, મેડિકલ કેમ્‍પ, ચેકડેમ નિર્માણ, વૃક્ષારોપણ, અન્નદાન, શૈક્ષણિક કીટ વિતરણ અને સાહિત્‍ય સેતુ સહિત ૧૨ સેવા પ્રકલ્‍પો.

સારસ્‍વત એન્‍ડ કલા

રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પરના ૫ પુસ્‍તકોનું વિમોચન તથા રાજકોટ વિઝ્‍યુઅલ આર્ટિસ્‍ટ સોસાયટી અને પોર્ટ્રેટ ક્‍લબના ૨૦+ કલાકારો દ્વારા લાઈવ પોર્ટ્રેટ.

સાંસ્‍કૃતિક આકર્ષણ

‘ૐ નમઃ શિવાય' લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો (હર્ષલ માંકડ), લોકસંગીત-શિવવંદના (લલિતા ઘોડાદ્રા, ભક્‍તિદાન ગઢવી) અને શાષાીય-બાળ નૃત્‍ય પ્રસ્‍તુતિ.

આયોજનનો લાભ લેવા શ્રી જયેશભાઈ ઉપાધ્‍યાય, પ્રતિનિધિ, આયોજક સમિતિ, શ્રી અનુપમભાઈ દોશી પ્રતિનિધિ, આયોજક સમિતિ, પ્રા. ડો. યશવંત ગોસ્‍વામી (મો.૯૪૨૭૪ ૯૫૧૭૫) અભિવાદન મૂર્તિ/ અભિવાદન સમિતિ - રાજકોટ દ્વારા જણાવાયુ છે.

 

 

પાવન નિશ્રા, કુલપતિશ્રીઓ, મહાનુભાવો અને આયોજક ટીમની વિગતવાર યાદી

રાજકોટ અને સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં આ સમારોહ કેટલું મહત્‍વ ધરાવે છે, તે આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનાર સંતો-મહતો, શિક્ષણવિદો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, તબીબો અને સામાજિક અગ્રણીઓની વિશાળ ઉપસ્‍થિતિ પરથી સ્‍પષ્ટ થાય છે. કોઈ એક અધ્‍યાપકના સન્‍માનમાં ૫ યુનિવર્સિટીના ૭ થી વધુ વર્તમાન અને પૂર્વ કુલપતિશ્રીઓ તથા ઉપફુલપતિશ્રીઓ એકસાથે ઉપસ્‍થિત રહે, તે શિક્ષણ જગત માટે અત્‍યંત ગૌરવની ક્ષણ છે.

૧. દીપ પ્રાગટ્‍ય અને પાવન નિશ્રા (પૂજય સંતો-મહંતો) : પૂજ્‍ય સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, પૂજ્‍ય ત્‍યાગવલ્‍લભ સ્‍વામીજી અને સુપ્રસિદ્ધ શિવકથાકાર પૂજ્‍ય માધુરીબેન ગોસ્‍વામી.

૨. ૫ યુનિવર્સિટીના વર્તમાન અને પૂર્વ કુલપતિશ્રીઓ તથા ઉપકુલપતિશ્રીઓ : સર્વશ્રી ઉત્‍પલ જોશી, ભરત રામાનુજ, પ્રતાપસિહ ચૌહાણ, રાકેશ મુદગલ, કમલેશ જોષીપુરા, ભદ્રાયુ વછરાજાની, વિજય દેસાણી અને બળવંત જાની.

૩. મેયરશ્રી અને રાજકીય-સામાજિક અગ્રણીઓ : મેયર નેહલ શુક્‍લ, પરસોતમભાઈ રૂપાલા, વજુભાઈ વાળા, રામભાઈ મોકરિયા, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતા શાહ, માધવભાઈ દવે અને મુકેશ દોશી.

૪. સમાજ શ્રેષ્‍ઠીઓ અને ઉદ્યોગપતિઓ : સર્વશ્રી નરેશભાઈ પટેલ, ઘોઘુભા જાડેજા, મૌલેશભાઈ ઉકાણી, વિજયભાઈ ડોબરિયા, વિજયભાઈ વાંક, દિલીપભાઈ સખીયા, પરાક્રમસિહ જાડેજા, મનસુખભાઈ સુવાગીયા, રાજુભાઈ અને પ્રફુલ્‍લભાઈ ગોસ્‍વામી.

૫. શૈક્ષણિક ટ્રસ્‍ટીઓ, તબીબો, પ્રિન્‍સિપાલશ્રીઓ અને અધ્‍યાપકગણ : સૌરાષ્ટ્ર એજ્‍યુકેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ, રશ્‍મિભાઈ, રાજેશભાઈ, નવીનભાઈ ભાલોડીયા, ડો. આર. આર. કાલરીયા, હરીશભાઈ ચંદ્રા, ગૌતમભાઈ ધમસાણીયા, રાજુભાઈ ભંડેરી, યોગીન છનીયારા, દેવાંગ માંકડ, ડી. વી. મહેતા, સિદ્ધાર્થ મહેતા, રશ્‍મિકાંત મોદી, ડો. શૈલેષ જાની, પરસોતમભાઈ ફળદુ, ડો. એન. કે. ડોબરિયા, ડો. પ્રકાશ મોઢા, ડો. દિનેશ ચૌહાણ, ડો. હર્ષિત રાણપરા, ડો. શ્‍યામ ગોહેલ, ડો. અવિનાશ મારું, ડો. જગદીશ કણસાગરા ઉપરાંત વિવિધ કોલેજના પ્રિન્‍સિપાલ, અધ્‍યાપકો અને રાજકોટની ખ્‍યાતનામ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ.

દુ. આયોજક સમિતિ પ્રતિનિધિઓ અને જહેમાત ઉઠાવનાર સમગ્ર ટીમ

પ્રતિનિધિઓ : જયેશભાઈ ઉપાધ્‍યાય, અનુપમભાઈ દોશી, વિજયભાઈ ડોબરિયા, દિલીપભાઈ સખીયા, જીજ્ઞેશભાઈ રાઠોડ, પ્રફુલ્‍લગિરિ ગોસ્‍વામી. વસંતભાઈ લીંબાસીયા.

સમગ્ર ટીમ : નરેન્‍દ્ર ઝીબા, નરેન્‍દ્ર ડોબરીયા, પુરુષોત્તમ પીપળીયા, યોગીન છનીયારા, વિજય વાંક, હરદેવસિહ જાડેજા, પરષોત્તમભાઈ કમાણી, પરષોત્તમ પીપળીયા, ગૌતમ ગોસ્‍વામી, નિલેશ ગોસ્‍વામી, સંજય ગોસ્‍વામી, ગૌતમભાઈ ધમસાણીયા, જયદીપ સખીયા, રામજીભાઈ ગજેરા, જગદીશભાઈ વેકરીયા અને સમગ્ર ટીમ.

 

 

ક્રમ   વિવિધ સેવા પ્રકલ્‍પ              સહયોગી સંસ્‍થા                પ્રકલ્‍પનો લોક કલ્‍યાણકારી ઉદ્દેશ્‍ય

૦૧   રક્‍તદાન કેમ્‍પ                    આત્‍મીય યુનિવર્સિટી           જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્‍ત મળી રહે તથા મેડિકલ કેમ્‍પ અને નિઃશુલ્‍ક આરોગ્‍ય તપાસ થાય તે હેતુથી આયોજન.

૦૨   સાહિત્‍ય સેતુ કાર્યક્રમ             વિવેકાનંદ યુથ ક્‍લબ           યુવા પેઢીમાં વાંચન સંસ્‍કૃતિ, ઉત્તમ સાહિત્‍ય અને જીવન મૂલ્‍યોના સિચન માટેનો વિશેષ ઉપક્રમ.

૦૩   વૃક્ષારોપણ કાર્યક્રમ               સદ્દભાવના વૃદ્ધાશ્રમ            પર્યાવરણ જતન અને ગ્રીન રાજકોટના સંકલ્‍પ સાથે વૃક્ષો વાવી તેના ઉછેરની જવાબદારી.

૦૪   અન્નપૂર્ણા કીટ વિતરણ            બોલબાલા ટ્રસ્‍ટ                 નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી રાશન તથા અન્નપૂર્ણા કીટનું વિતરણ.

૦૫   અનાજ કીટ વિતરણ             ભારત વિકાસ પરિષદ         સેવા વસ્‍તીઓમાં રહેતા ગરીબ પરિવારોના ઘરમાં ચૂલો સળગતો રહે તે માટે અનાજ કીટ સહાય.

૦૬   એજ્‍યુકેશન કીટ વિતરણ         શિવવંદના ચેરિટેબલ ટ્રસ્‍ટ      આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણનો માર્ગ પ્રશસ્‍ત કરવા શૈક્ષણિક કીટ વિતરણ.

૦૭   જળ સંરક્ષણ અંતર્ગત ચેકડેમ નિર્માણ                            ગિરગંગા પરિવાર ટ્રસ્‍ટ      ભૂગર્ભ જળસ્‍તર ઊંચા લાવવા અને ગામોમાં હરિયાળી-ખુશહાલી માટે ચેકડેમ નિર્માણ કાર્ય.

૦૮   મેડિકલ ચેકઅપ કેમ્‍પ            બી. ટી. સવાણી કિડની હોસ્‍પિટલ    નિષ્‍ણાંત તબીબો દ્વારા કિડની અને સામાન્‍ય આરોગ્‍યની નિઃશુલ્‍ક તપાસ તથા માર્ગદર્શન.

૦૯   શાળાઓમાં સ્‍કૂલ બેગ અને નોટબુક વિતરણ                     રામકૃષ્‍ણ આશ્રમ     શાળાએ જતા બાળકોને અભ્‍યાસમાં પ્રોત્‍સાહન મળે તે માટે સ્‍કૂલ બેગ અને નોટબુકનું વિતરણ.

૧૦   સર્વરોગ નિદાન કેમ્‍પ             ગોકુલ સુપર સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ         વિવિધ રોગોના નિષ્‍ણાત ડોક્‍ટરો દ્વારા નિઃશુલ્‍ક નિદાન, સારવાર અને દવા વિતરણ.

૧૧      સ્‍વચ્‍છતા અને સાક્ષરતા અભિયાન        કણસાગરા મહિલા કોલેજ સ્‍વચ્‍છ ભારત અને સાક્ષર સમાજના નિર્માણ માટે વિદ્યાર્થીનીઓ દ્વારા જનજાગૃતિ અભિયાન

12        કમ્‍બલ, સાડી, બૂટ અને ચપ્‍પલ વિતરણ  ધરતી કો-ઓપરેટિવ બેંક શિયાળાની ઋતુમાં જરૂરિયાતમંદોને ગરમ કમ્‍બલ, સાડી, બૂટ અને ચપ્‍પલનું સન્‍માનપૂર્વક વિતરણ.

(11:26 AM IST)