<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

પ્રભુ પ્રાપ્‍ત તો સઘળુ પર્યાપ્‍ત : સોમવારે રંગારંગ લોકડાયરો

તુજે દેખા તો યે જાના કાન્‍હા, પ્રેમ હોતા હૈ દીવાના કાન્‍હા, અબ યહાં સે કહાં જાએ હમ, તેરી ભકિત મેં ખો જાયે હમ : કાઠિયાવાડી ડાયરામાં સ્‍પેશ્‍યલ લાઇટીંગ સાથે સાંસ્‍કૃતિક જમાવટ થશેઃ નામાંકિત કલાકારો : જાહેર નિમંત્રણ

રાજકોટઃ વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમી મહોત્‍સવની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક, સાંસ્‍કળતિક અને લોકસંસ્‍કળતિને ઉજાગર કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટની જનતાને કાઠીયાવાડની માટીની મહેક અને આપણી સમળદ્ધ સંસ્‍કળતિનો અનુભવ કરાવતો અનોખો કાર્યક્રમ ‘કાઠીયાવાડી રંગત' નું સોમવારે આયોજન કરવામાં આવ્‍યું છે. જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના ધર્માધ્‍યક્ષ શ્રી ભક્‍તિ પ્રકાશદાસજી સ્‍વામીજીના આશિર્વાદ સાથે માર્ગદર્શક સમીતીના સભ્‍યો માવજીભાઈ ડોડિયાં, નરેન્‍દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્‍યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્‍યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા દ્વારા આ કાર્યક્રમની ઘોષણા કરવામા આવી હતી. કાઠીયાવાડની સમળદ્ધ લોકસંસ્‍કળતિ, લોકસંગીત અને પરંપરાગત રંગતને જીવંત કરનાર આ લોક ડાયરામાં રાજકોટ શહેરની ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમનો આનંદ માણવા માટે જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ તથા તેના અધ્‍યક્ષ શ્રી રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

  પરિવાર અને પરિવારના સભ્‍યો વચ્‍ચેના પ્રેમની ઝાંખી કરાવતો લાગણીસભર અને મનોરંજક શો. ટૂંકી-ટૂંકી વાતોમાં જીવનના સંબંધોની મીઠાશ, પરિવારની લાગણી અને કાઠીયાવાડી જીવનશૈલીને સુંદર રીતે સુરોના નાદ અને લાઇટીંગ સથે રજૂ કરવામાં આવશે. લોકડાયરો તા. ૩૧ સોમવારે રાત્રે ૯ વાગ્‍યે હુમે ગઢવી હોલમાં રાખેલ છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે સૌને પ્રવેશ મળશે.

 કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં લુપ્ત થવાના આરે પહોંચેલા અનેક લોકગીતોની વણથંભી વણઝાર સાથે કાઠીયાવાડી હાસ્‍યની પણ ભરપૂર રંગત જોવા મળશે. એટલે દર્શકોને એક જ મંચ પર સંસ્‍કળતિ, સંગીત, સાહિત્‍ય, લાગણી અને હાસ્‍યનો અનોખો અનુભવ પ્રાપ્ત થશે.

‘કાઠીયાવાડી રંગત' અગાઉ પણ લોકચાહનાથી અનેક વખત રજૂ થઈ ચૂકયો છે. કાર્યક્રમની વિવિધ નાની-નાની ક્‍લિપ્‍સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે અને આ શોને માણવા માટે લોકોમાં ભારે ઉત્‍સુકતા અને ચાહના જોવા મળે છે. જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના અધ્‍યક્ષ રાજાભાઇ વાવડી દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમ આર.ડી-ઇવેન્‍ટસ તથા પરેશભાઈ પોપટના સંચાલન હેઠળ યોજાશે, જ્‍યારે આ અનોખા શોને પ્રીતભાઈ ગોસ્‍વામી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્‍યો છે.  જાણીતા કલાકારો પ્રીત ગોસ્‍વામી, મયુર બુદ્ધદેવ, જયેશ દવે અને માનસી પટેલ પોતાની આગવી કલાના માધ્‍યમથી ઉપસ્‍થિત દર્શકોને હાસ્‍ય, સંગીત અને લાગણીસભર પ્રસંગોનો ભરપૂર આનંદ કરાવશે.

કાર્યક્રમ  તા.૩૧ ઓગસ્‍ટ, ૨૦૨૬, સોમવારે, સમય : રાત્રે ૯:૦૦ કલાકે,  સ્‍થળઃ હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજાશે.

કાઠીયાવાડની સંસ્‍કળતિ, લોકસંગીત, હાસ્‍ય અને સંબંધોની મીઠાશ માણવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. સમીતીના માર્ગદર્શક વનરાજભાઇ ગરૈયાએ શહેરના તમામ મંડળો, હિંદુ સંગઠનો, સામાજીક આગેવાનો ધર્મપ્રેમી અને સંસ્‍ક્રુતીના ચાહક જાહેર જનતાને ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્‍યુ છે. સમિતિના ઈનચાર્જ પરેશભાઈ રૂપારેલિયાએ વહેલા તે પહેલાના ધોરણે બેઠક વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ હોવાથી તમામ દર્શકોએ ૧૫ મિનિટ વહેલા પોતાનું સ્‍થાન લઈ લેવા જણાવ્‍યું છે.  (૯.

જન્‍માષ્‍ટમીના લતા સુશોભન અને ફલોટ માટે નોંધણી કરાવી દેજો

રાજકોટ : જન્‍માષ્ટમી મહોત્‍સવને ભવ્‍ય અને આકર્ષક બનાવવા માટે ફ્‌લોટ સુશોભન તથા લતા સુશોભનની નોંધણી જન્‍માષ્ટમી કાર્યાલય ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. શહેરની વિવિધ સંસ્‍થાઓ, મંડળો તથા ધાર્મિક-સામાજિક સંગઠનો દ્વારા આ આયોજનમાં ઉત્‍સાહપૂર્વક જોડાઈ નોંધણી કરાવવામાં આવી રહી છે.

હજુ પણ જે સંસ્‍થાઓ કે મંડળોએ ફ્‌લોટ સુશોભન તથા લતા સુશોભન માટે નોંધણી કરાવવાની બાકી હોય, તેઓને જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્‍યું છે કે આજે જ નાગર-ર્બોડિંગ કાર્યાલય વિરાણી સ્‍કુલ સામે  પહોંચી પોતાની નોંધણી કરાવી લે, જેથી આગામી શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમીની ભવ્‍ય શોભાયાત્રામાં વધુમાં વધુ સંસ્‍થાઓ અને મંડળોની ભાગીદારી સુનિヘતિ થઈ શકે. જન્‍માષ્ટમી મહોત્‍સવને ઐતિહાસિક અને ભવ્‍ય બનાવવા માટે રાજકોટની તમામ સંસ્‍થાઓ, મંડળો તથા ધર્મપ્રેમી નાગરિકો ઉત્‍સાહપૂર્વક સહભાગી બને તેવી અપીલ જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા કરવામાં આવી છે. વધુ માહિતી માટે  દિપકભાઇ ગમઢા - વિહિપ રાજકોટ વિભાગ સહ મંત્રી  (મો. ૯૯રપ૩ ૭ર૯ર૦) નો સંપર્ક સાધવો.

(3:35 PM IST)