News of Saturday, 29th August 2026
રાજકોટમાં રસ્તાના કામમાં પારદર્શિતા લાવવા મેયર નેહલ શુક્લનો મોટો નિર્ણય:રસ્તાના કામના સ્થળે કોન્ટ્રાક્ટરોએ ફરજિયાત તક્તી મુકવી પડશે
કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર, કામની સમયમર્યાદા, ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ તેમજ મનપાનો ટોલ ફ્રી નંબર દર્શાવવાનો રહેશે

રાજકોટમાં રસ્તાના કામોમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રસ્તાના કામના સ્થળે કોન્ટ્રાક્ટરોએ ફરજિયાત તક્તી લગાવવી પડશે, જેમાં કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર, કામની સમયમર્યાદા, ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ તેમજ મનપાનો ટોલ ફ્રી નંબર દર્શાવવાનો રહેશે. આ નિર્ણયથી શહેરીજનોને રસ્તાના કામ અંગેની જરૂરી વિગતો સ્થળ પર જ મળી શકશે અને કામની ગુણવત્તા અંગે પ્રશ્નો કે ફરિયાદો હોય તો સરળતાથી રજૂ કરી શકાશે. મેયર નેહલ શુક્લ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત પર અંકુશ લાવવાની સાથે રસ્તાના કામોમાં પારદર્શિતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તક્તીની જાળવણીની જવાબદારી પણ સંબંધિત કોન્ટ્રાક્ટરની રહેશે.
(12:15 PM IST)










