<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

કુવાડવામાંથી બિપીનપરીને કુવાડવા પોલીસે ૨૬૭ ગ્રામ ગાંજા સાથે પકડયો

પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. જાડેજા, ખોડુભા સહિતનો દરોડોઃ ભાવેશભાઇ મકવાણા અને જયદિપભાઇ ધોળકીયાની બાતમી

રાજકોટ તા. ૨૨: કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને કુવાડવા ગામ ખાતેથી ૨૬૭ ગ્રામ ગાંજા સાથે કુવાડવા મેનઇ બજાર મહેશ ડેરીની સામે રહેતાં બિપીનપરી સોમપરી ગોસાઇ (ઉ.વ.૫૮)ને પકડી લીધો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે  કોન્‍સ. જયદિપભાઇ ધોળકીયા, ભાવેશભાઇ મુળુભાઇ મકવાણાને બાતમી મળી હતી કે કુવાડવા ગામ ભીમેશ્વર મહાદેવના મંદિર પાસે ગાંજાનો જથ્‍થો રાખીને વેચાણ કરી રહ્યો છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં બિપીનપરી ગોસાઇ ગાંજા સાથે મળી આવ્‍યો હતો. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ આ પદાર્થ ગાંજો હોવાનો અભિપ્રાય આપ્‍યા બાદ આ શખ્‍સ સામે એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો નોંધી રૂા. ૧૩૧૫૦નો ગાંજો કબ્‍જે કરી તેની ધરપકડ કરાઇ હતી. આ ઉપરાંત રોકડા, મોબાઇલ મળી કુલ રૂા. ૨૩૧૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. જાડેજા, એએસઆઇ ખોડુભા જાડેજા, હેડકોન્‍સ. અજીતભાઇ લોખીલ, હિતેષભાઇ માલકીયા, અરવિંદસિંહ ગોહીલ, કુશાલભાઇ જોષી, પીન્‍ટુભાઇ હીરપરા, જયપાલભાઇ બરાળીયા, ડ્રા.કોન્‍સ. અજીતભાઇ ચાવડા સહિતે આ કામગીરી કરી હતી. આ શખસ ગાંજો ક્‍યાંથી લાવ્‍યો તેની તપાસ થઇ રહી છે

(3:54 PM IST)