<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

કાલે રાજકોટમાં ફિલ્મી પડદે નીમ કરોલી બાબા પ્રગટશે

‘હનુમાન અંશ' ફિલ્‍મ રીલીઝ થશેઃ નિર્ગુણ- સગુણ સિદ્ધિનો સંગમ નીમ કરોૈલી બાબામાં રચાયો હતોઃ સાક્ષાત હનુમાનજી જેવો પ્રભાવ હતોઃ આજે પણ દુનિયાભરમાં બાબાના ભકતોઃ ફિલ્‍મના નિર્દેશક વિશાલ ચતુર્વેદી અને મુખ્‍ય અભિનેતા શોભીનવ ‘અકિલા'ની મુલાકાતેઃ માણવા અને સમજવા જેવી ફિલ્‍મ

 

‘હનુમાન અંશ' ફિલ્‍મના નિર્દેશક વિશાલ ચતુર્વેદી અને કલાકાર શોભીનવ નજરે પડે છે.(૨.૧૧)

રાજકોટ તા.૨૦: આધ્‍યાત્‍મિક ફિલ્‍મ ‘હનુમાન અંશ' હવે આ શુક્રવારથી રાજકોટના સિનેમાઘરોમાં રજુ થશે.

ભારતીય સંત પરંપરા અને ભક્‍તિના ભાવને મોટા પડદા પર રજૂ કરતી આધ્‍યાત્‍મિક ફિલ્‍મ ‘હનુમાન અંશ' હવે આ શુક્રવારથી રાજકોટના સિનેમાઘરોમાં પ્રદર્શિત થવા જઈ રહી છે.

નીબ કરૌરી બાબા (મહારાજજી)ના જીવન અને તેમની આધ્‍યાત્‍મિક યાત્રાથી પ્રેરિત ‘હનુમાન અંશ' પ્રેમ, સેવા, ભક્‍તિ અને માનવતાનો સંદેશ આપતી ફિલ્‍મ છે. ફિલ્‍મ ભારતીય સંત પરંપરાની એ ભાવનાને ઉજાગર કરે છે, જેમાં સેવા, કરુણા અને ભક્‍તિને જીવનનો માર્ગ માનવામાં આવ્‍યો છે.

ફિલ્‍મના લેખક અને દિગ્‍દર્શક વિશાલ ચતુર્વેદી છે. ફિલ્‍મનું નિર્માણ નમ્રતા સિંહ, રાગિની સોના અને અનુપ્રિયા નાગર દ્વારા કરવામાં આવ્‍યું છે. Swambhu Media Network દ્વારા પ્રસ્‍તુત આ ફિલ્‍મ મર્યાદિત સંસાધનો સાથે સ્‍વતંત્ર રીતે બનાવવામાં આવી છે અને દેશભરના દર્શકો તથા ભક્‍તો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

હવે રાજકોટ અને સૌરાષ્‍ટ્રના દર્શકો માટે ‘હનુમાન અંશ'ને મોટા પડદા પર જોવાની તક ઉપલબ્‍ધ થઈ રહી છે. ફિલ્‍મની ટીમે રાજકોટવાસીઓ, પરિવારો, યુવાનો અને મહારાજજીના ભક્‍તોને અપીલ કરી છે કે તેઓ પરિવાર અને મિત્રો સાથે સિનેમાઘરમાં આવીને આ આધ્‍યાત્‍મિક યાત્રાનો અનુભવ કરે. એક ફિલ્‍મ, જે માત્ર એક સંતની કથા નથી કહેતી, પરંતુ ભારતની જીવંત સંત પરંપરા, સેવા અને ભક્‍તિના ભાવને મોટા પડદા સુધી પહોંચાડે છે.

નીમ કરોલી બાબા એક મહાન ભારતીય સંત અને રહસ્‍યવાદી હતા. તેમનો જન્‍મ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુર ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ લક્ષ્મી નારાયણ શર્મા હતું. તેઓ એક ધનાઢય બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા. ખૂબ નાની ઉંમરે, લગભગ ૧૧ વર્ષની વયે, તેમણે ગળહત્‍યાગ કર્યો હતો. તેઓ જ્ઞાન અને સાધનાની શોધમાં સન્‍યાસી બની ગયા હતા.

તેઓ ભગવાન હનુમાનજીના પરમ ભક્‍ત માનવામાં આવે છે. તેમણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અનેક આશ્રમોની સ્‍થાપના કરી હતી. તેમાં ઉત્તરાખંડનો કૈંચી ધામ આશ્રમ અને મથુરાનો વળંદાવન આશ્રમ મુખ્‍ય છે. કૈંચી ધામ ખાતે દર વર્ષે ૧૫ જૂને વિશાળ ભંડારો યોજાય છે. ત્‍યાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ આવે છે.

બાબાના ચમત્‍કારો અને શ્રદ્ધાની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ફેલાયેલી છે. એસિડ એટેકથી બચેલા લોકો, પ્રખ્‍યાત હસ્‍તીઓ અને સામાન્‍ય માનવીઓ તેમના દર્શને આવતા. એપલ કંપનીના સ્‍થાપક સ્‍ટીવ જોબ્‍સ અને ફેસબુકના માર્ક ઝુકરબર્ગ પણ તેમના આશ્રમની મુલાકાતે આવ્‍યા હતા. હોલિવૂડ અભિનેત્રી જુલીયા રોબર્ટ્‍સ પણ તેમનાથી પ્રભાવિત થઈ હતી. ૧૧ સપ્‍ટેમ્‍બર ૧૯૭૩ના રોજ વળંદાવનમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે પણ કૈંચી ધામ શાંતિ અને આત્‍મિક ઉન્નતિનું મોટું કેન્‍દ્ર છે.

તેઓ નિર્ગુણ અને સગુણ ભક્‍તિનો અનોખો સંગમ હતા. તેઓ પોતાને કયારેય મોટા ગુરુ કે ચમત્‍કારી પુરુષ ગણાવતા નહીં. તેઓ ભક્‍તોને હંમેશાં નારાયણની સેવા કરવાનો જ ઉપદેશ આપતા. તેમના મતે ભૂખ્‍યાને અન્ન આપવું એ જ સૌથી મોટી પૂજા છે. તેમણે દેશભરમાં ૧૦૮ કરતાં પણ વધુ હનુમાન મંદિરો અને આશ્રમોની સ્‍થાપના કરી હતી. તેમની સાધના અત્‍યંત ગુપ્ત અને આડંબરરહિત હતી. તેઓ કોઈ લાંબા ભાષણો આપતા નહીં, પરંતુ ટૂંકા અને માર્મિક વાકયો દ્વારા ભક્‍તોના દિલ જીતી લેતા. તેમના આધ્‍યાત્‍મિક જીવનનું મુખ્‍ય પાસું ‘સહજતા' હતું. ગમે તેટલો ધનાઢય કે ગરીબ વ્‍યક્‍તિ હોય, બાબા સૌને એકસરખો પ્રેમ આપતા. આશ્રમ દ્વારા દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માટે અન્નક્ષેત્ર અને વિશાળ ભંડારાનું આયોજન થાય છે. દર વર્ષે ૧૫ જૂને કૈંચી ધામનો પ્રતિષ્ઠા દિવસ ઉજવાય છે. આ દિવસે લાખો ભક્‍તો માટે મહાપ્રસાદ અને ભંડારાનું વ્‍યવસ્‍થાપન કરવામાં આવે છે. આ ઉપરાંત આશ્રમ દ્વારા સ્‍થાનિક સ્‍તરે શિક્ષણ, ગૌસેવા, મફત તબીબી સારવાર અને જરૂરિયાતમંદોને સહાય જેવી માનવસેવાની પ્રવળત્તિઓ સતત ચાલતી રહે છે. વિશ્વભરમાંથી આવતા સાધકો માટે કૈંચી ધામ આજે ધ્‍યાન અને માનસિક શાંતિનું મોટું કેન્‍દ્ર બન્‍યું છે

(3:22 PM IST)